ફિલ્મ અભિનેતા પરેશ રાવલના ડ્રાઈવરની રેપના આરોપમાં ધરપકડ

0
0

દિગ્ગજ ફિલ્મ અભિનેતા પરેશ રાવલના ડ્રાઈવરની મુંબઈ પોલિસે બળાત્કારના આરોપમાં ધરપકડ કરી છે. પરેશ રાવલનો ડ્રાઈવર અશોક છેલ્લા દસ વર્ષથી તેમની ગાડી ચલાવી રહ્યો હતો. ડીએન નગર પોલિસના જણાવ્યા મુજબ આરોપી ડ્રાઈવર સામે 376, 50, 67 અને 67એ હેઠળ કેસ ફાઈલ કરવામાં આવ્યો છે. પરેશ રાવલના પરિવાર અને તેમની પત્નીની ગાડી માટે અશોક જ ડ્રાઈવિંગ કરતો હતો.

ફિલ્મ અભિનેતા પરેશ રાવલના ડ્રાઈવરની રેપના આરોપમાં ધરપકડ
બળાત્કારના આરોપમાં ડ્રાઈવરની ધરપકડ

રિપોર્ટ્સ મુજબ આ ઘટના 16 ઓગસ્ટની છે અને એ દિવસે ડીએન નગર પોલિસની ટીમ સાદા કપડામાં પરેશ રાવલના ઘરે ડ્રાઈવર અશોકને પકડવા માટે પહોંચી હતી. જો કે ડ્રાઈવર એ વખતે ત્યાં મળ્યો નહોતો. ત્યારબાદ પરેશ રાવલના બીજા ડ્રાઈવર દુર્ગેશની મદદથી અશોકને પકડવા માટે પોલિસે જાળ બિછાવી અને તેની જૂહુ વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી.

ફિલ્મ અભિનેતા પરેશ રાવલના ડ્રાઈવરની રેપના આરોપમાં ધરપકડ
જૂહુમાંથી મુંબઈ પોલિસે કરી ધરપકડ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આરોપ છે કે અશોકે એક મહિલાનો ન માત્ર બળાત્કાર કર્યો પરંતુ પીડિતાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયો પર અપલોડ કરી દીધો હતો. પોલિસ આ કેસમાં અશોકને શોધી રહી હતી. તમને જણાવી દઈએ કે અભિનેતા પરેશ રાવલ અમદાવાદથી ભાજપના સાંસદ રહી ચૂક્યા છે.

ફિલ્મ અભિનેતા પરેશ રાવલના ડ્રાઈવરની રેપના આરોપમાં ધરપકડ
10 વર્ષથી પરેશ રાવલનો ડ્રાઈવર હતો અશોક

પરેશ રાવલે આ વર્ષ યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાગ લીધો નહોતો. પરેશ રાવલે કહ્યુ હતુ કે અભિનેતા હોવાના કારણે તે પોતાના વિસ્તારને સમય નથી આપી શકતા એટલા માટે તે ચૂંટણી લડવા નથી ઈચ્છતા. પરેશ રાવલ ફિલ્મો સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ખાસ્સા સક્રિય રહે છે. સમસામયિક મુદ્દાઓ પર સોશિયલ મીડિયા દ્વારા પોતાના મંતવ્યો રાખે છે. હાલમાં જ તેમણે મોદી સરકારના જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના ઐતિહાસિક નિર્ણયનું સમર્થન કરીને ટ્વીટ કર્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here