દુઃખદ : ફિલ્મમેકર ગુરિંદર ચઢ્ઢાના ફોઈનું કોરોનાવાઈરસને કારણે નિધન, કહ્યું- અંતિમ સમયે તેમની સાથે કોઈ નહોતું

0
14

લંડન. ડિરેક્ટર ગુરિંદર ચઢ્ઢાએ હાલમાં જ કહ્યું હતું કે તેમની ફોઈનું યુકેમાં કોરોનાવાઈરસને કારણે નિધન થયું છે. તેમના અંતિમ સમયે પરિવારનો એક પણ સભ્ય તેમની સાથે નહોતો. તેમના બાળકો વીડિયો કોલ પર પ્રાર્થના કરતાં હતાં.

સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરી

ગુરિંદર ચઢ્ઢાએ સોશિયલ મીડિયામાં ફોઈની તસવીરો પોસ્ટ કરી હતી. તેમણે યુકેના મેડિકલ સ્ટાફનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું, આજે અમે અમારા સૌથી પ્રેમાળ ફોઈને કોરોનવાઈરસને કારણે ગુમાવી દીધા. તેઓ મારા પિતાના સૌથી નાના બહેન હતાં. છેલ્લી તસવીરો છે, જેમાં તે વાઈસરોય હાઉસમાં બેઠા છે.

વધુમાં ગુરિંદર ચઢ્ઢાએ કહ્યું હતું, તેઓ ભારતના વિભાજન સમયે જીવિત રહી ગયા પરંતુ તેમના અંતિમ સમયે તેમની સાથે કોઈ જ નહોતું. સરે હોસ્પિટલની બે નર્સોએ તેમનો હાથ પકડી રાખ્યો હતો. ફેસટાઈમ પર બાળકો શીખ પ્રાર્થના કરતા હતાં અને તેમનો જીવ ગયો. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.

https://www.instagram.com/p/B_KXUECnHlH/?utm_source=ig_embed

ઉલ્લેખનીય છે કે ગુરિંદર ચઢ્ઢાએ પોતાની કરિયરની શરૂઆત ન્યૂઝ રિપોર્ટર તરીકે કરી હતી. તેમણે 1993માં ‘કોમેડી ભાજી ઓન ધ બીચ’થી ડિરેક્ટર તરીકે કરયિરની શરૂઆત કરી હતી. તેમણે ‘બેન્ડ ઈટ લાઈક બેકહેમ’, ‘બ્રાઈડ એન્ડ પ્રિજ્યુડાઈસ’ જેવી ફિલ્મ્સનું ડિરેક્શન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here