ચીને આપી અંતિમ ચેતવણી, હોંગકોંગ એરપોર્ટ બહાર ખડકી સૈન્યની બખ્તરબંધ ગાડીઓ

0
0

દુનિયાના સૌથી મોટા શહેરોમાનું એક અને સૌથી વ્યસ્ત એરપોર્ટ ધરાવતા હોંગકોંગમાં લોકતંત્રના સમર્થનમાં ભારે દેખાવો થઈ રહ્યાં છે. ધીમે ધીમે આ પ્રદર્શનો હિંસક સ્વરૂપ ધારણ કરી રહ્યાં છે. હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓએ એરપોર્ટનો ઘેરાવ કર્યો છે, જેના કારણે વિમાન વ્યવહારને અસર પડી રહી છે. જેથી ચીનની સરકારની મુશ્કેલીઓ વધી છે.

ઉગ્ર પ્રદર્શન જોતા ચીનની સરકારે હોંગકોંગની સરકારને ઝડપથી કાર્યવાહી કરવાનું કહ્યું છે. સાથે જ ચીને અનેક શહેરની સરહદો પર સૈન્યની બખ્તરબંધ ગાડીઓ તૈનાત કરી દેવામાં આવી છે. બીજી બાજુ ચીનની આ હરકત બાદ ભારત અને અમેરિકા સહિતના દેશોએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે અને એડવાઈઝરી બહાર પાડી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તો મોટો દાવો પણ કર્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ચીનની સરકાર હોંગકોંગ બોર્ડર પર ઝડપથી સૈન્ય વધારી રહી છે. ટ્રમ્પે એક પછી એક ટ્વિટ કરીને કહ્યું છે કે, અમારા જાસૂસી તંત્રએ કહ્યું છે કે ચીનની સરકાર હોંગકોંગની સરહદ તરફ સૈન્ય વધારી રહી છે. તમામ લોકો શાંત અને સુરક્ષિત રહે.

આ અગાઉ પણ ટ્રમ્પે એક ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, હોંગકોંગમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન માટે તેમને શા માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે. ટ્રમ્પે કહ્યુ, હોંગકોંગમાં થઈ રહેલી પરેશાની માટે લોકો મને અને અમેરિકાને જવાબદાર ઠેરવી રહ્યા છે. મને સમજાઈ નથી રહ્યું કે આવું કેમ?

બે દિવસ બાદ શરૂ થયો એર ટ્રાફિક

એરપોર્ટ પર થઈ રહેલા વિરોધ પ્રદર્શનને જોતા છેલ્લા બે દિવસથી વિમાની સેવા રોકી દેવામાં આવી હતી. જોકે, ચીનની ધમકી પછી એરપોર્ટ પર વિમાનની અવરજવર શરૂ થઈ ગઈ છે. હોંગકોંગમાં બગડી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત અને અમેરિકા જેવા દેશોએ પોતાના નાગરિકો માટે એડ્વાઇઝરી જાહેર કરી છે.

દુનિયાના સૌથી વ્યસ્ત ગણાતું હોંગકોંગ એરપોર્ટ મંગલવારે શાંત રહ્યું હતું. એરપોર્ટ પર એક પણ વિમાન ઉડાન ભરી શક્યું ન હતું. એરપોર્ટ બહાર હજારોની સંખ્યામાં દેખાવકારો સરકારનો વિરોધ કરી રહ્યા હતા, જેને ધ્યાનમાં રાખીને એરપોર્ટમાં એક પણ વાહનને અંદર જવા દેવાની છૂટ આપવામાં આવી ન હતી. આ એરપોર્ટ પર દરરોજ આશરે બે લાખ પ્રવાસીઓ મુસાફરી કરે છે. જોકે, દેખાવને કારણે 300 જેટલી ફ્લાઇટ રદ કરવાની ફરજ પડી છે.

ચીનની અંતિમ ચેતવણી?

હોંગકોંગમાં સતત થઈ રહેલા હિંસક વિરોધ પરદર્શન અને તેના કારણે સામાન્ય લોકો અને પ્રશાસનને થઈ રહેલી મુશ્કેલીથી ચીનની સરકારની ચિંતા વચી છે. ચીને આ પ્રદર્શનકારીઓને ગુંડા ગણાવ્યા છે અને સાથે જ તેમના આ પ્રદર્શનોની સરખામણી આતંકવાદ ફેલાવનારાઓ સાથે કરી દીધી છે.

એટલુ જ નહીં, ચીને હોંગકોંગમાં પ્રદર્શન તુરંત બંધ કરવા કહ્યું છે. ચીને સૈન્યબળનો પ્રયોગ કરવાની પણ ધમકી આપી છે. એટલુ જ નહીં ચીને હોંગકોંગની બહાર બખ્તરબંધ ગાડીઓ તૈનાત કરીને તેના સંકેત પણ આપી દીધા છે.

શા માટે થઈ રહ્યા છે આટલા વિરોધ પ્રદર્શનો

ચીનની સરકારે એક કાયદો બનાવ્યો છે જે મુજબ કોઈ વ્યક્તિ ગુનો કરીને હોંગકોંગ આવી જાય તો તેને તપાસ પ્રક્રિયામાં સામેલ થવા માટે ચીન મોકલી દેવામાં આવશે. હોંગકોંગ સરકાર આ કાયદામાં સંશોધન માટે ફેબ્રુઆરીમાં પ્રસ્તાવ લાવી હતી. આ સંશોધનનો પ્રસ્તાવ એ ઘટના બાદ લાવવામાં આવ્યો હતો જ્યારે તાઇવાનનો એક વ્યક્તિ પોતાની પ્રેમિકાની કથિત રીતે હત્યા કરીને હોંગકોંગ ભાગી આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here