પાવાગઢ : આખરે લાંબા સમય બાદ મહાકાલી મંદિરના દ્વાર ખુલ્યા,ભક્તોની જોવા મળી ભીડ

0
12

કોરોના જેવી મહામારીમાં સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું.ત્યારે સમગ્ર ધંધા,રોજગાર,ઉદ્યોગ,અને અનેક સંસ્થા બંધ હાલતમાં જોવા મળી હતી.ત્યારે એમાં મંદિરો પણ બાકાત નહોતા રહ્યા.ત્યારે આજે 111 દિવસ બાદ પાવાગઢ ડુંગર પર મહાકાળી માતાનું મંદિર ખુલ્યુ છે.અને અમુક શરતોનું ભક્તોએ પાલન કરવાનું રેહશે.સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરીને ભક્તોને આજે સવારથી પાવાગઢ મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છેમાઈ ભક્તો ઘરે બેઠા પણ વેબસાઈટ પરથી માતાજીના ઓનલાઇન દર્શન કરી શકશે.

દેશભરની 64 શક્તિપીઠો પૈકીની એક એવી પાવાગઢ ડુંગર પર બિરાજમાન માતા કાલિકા માતાજીનું મંદિર 111 દિવસ બાદ આજે ખુલ્યું છે. જેને પગલે ભક્તો દર્શન માટે પહોંચ્યા છે. કોરોના વાઈરસના કહેર અને વિકાસના ચાલુ કામોને લઇને માઈ ભક્તો માટે મંદિર દર્શન માટે બંધ રાખવામાં આવ્યું હતું. આજે સવારે 6 વાગ્યાથી સાંજે 7:30 વાગ્યા સુધી સરકારી ગાઇડલાઇન પ્રમાણે દર્શનાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ અને મોઢા પર માસ્ક પહેરીને દર્શન કરવા માટે માઈ ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. જોકે 10 વર્ષથી ઓછી અને 65 વર્ષની ઉપરની ઉમરના લોકોને મંદિરમાં પ્રવેશ નહીં મળે.

સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની સરકારી ગાઇડલાઇનનું પાલન કરવા માઈ ભક્તોને શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે. પાવાગઢ મંદિરમાં પ્રસાદ અને ભોજન શાળાની સેવા હાલ પુરતી બંધ રાખવામાં આવી છે. માચીથી ડુંગર સુધી રોપવે ઉંડનખટોલા સેવા શરૂ કરવા સંચાલકો દ્વારા તૈયારીઓ પુરી કરી લેવાઇ છે, જે ભક્તોને ઘરે બેઠા માતાજીના દર્શન કરવા હોય તેઓ ઓનલાઇન વેબસાઈટ ઉપરથી માતાજીના દર્શન કરી શકશે.પાવાગઢ મંદિર આજે ખુલતાની સાથે ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા.

ડુંગર ઉપર આજે વરસાદ સાથે વાદળીયો માહોલ હોવાથી હીલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો. જેથી ભક્તોએ વાતાવરણની મજા માણી હતી.વર્લ્ડ હેરિટેઝ સાઇટમાં સ્થાન પામેલા ઐતિહાસિક સ્મારકો પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાયા. પાવાગઢ, હાલોલ સહિત પંચમહાલ જિલ્લાના બાવકા, રતનપુર, કાંકણપુર સહિતના 39 પર્યટન સ્થળો પણ સોમવારથી પ્રવાસીઓ માટે ખોલી દેવામાં આવ્યા છે, ત્યારે પાવાગઢ ક્ષેત્રમાં આવેલા અનેક પ્રવાસન સ્થળોની મુલાકાત પ્રવાસીઓએ લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here