યસ બેંક મુદ્દે નાણામંત્રીએ કરી આરબીઆઈ ગવર્નર સાથે કરી ચર્ચા, કહ્યું નહીં ડૂબે ગ્રાહકોના નાણા

0
7

યસ બેંકના ખાતાધારકોને હોળી પૂર્વે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાસ્તવમા ભારતીય રીઝર્વ બેંકે ઉપાડની મર્યાદા નક્કી કરી દીધી છે. રિઝર્વ બેંકના આ નિર્ણયની જાહેરાત બાદ એટીએમની બહાર લાંબી લાઈન લાગી છે. તેમજ તેના લીધે એટીએમમા નોટો પણ ખલાસ થઈ ગઈ છે.

જો કે આ અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આરબીઆઈ ગવર્નરે મને આશ્વાસન આપ્યું છે. આ મામલાને જલ્દી જ ઉકેલવામા આવશે. આરબીઆઈ અને ભારત સરકાર બંને તેને જોઈ રહ્યા છે. મને વ્યક્તિરૂપે આરબીઆઈ સાથે કેટલાક મહિનાઓ સુધી સ્થિતિની સમીક્ષા કરી છે. હું ખાતાધારકોને આશ્વસ્ત કરવા માંગું છું કે તેમના તમામના નાણા સુરક્ષિત છે.

જયારે એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારે કહ્યું છે કે આરબીઆઈ યશ બેંકની ફાયનાનસિયલ સીસ્ટમને સ્થાઈ કરવા માટે જરૂરી પગલા લઈ રહી છે. તેમજ સ્ટેટ બેંક યસ બેંકને ટેક ઓવર કરશે તો તેનો જે પણ નિર્ણય હશે તે સ્ટોક એકસચેન્જને આપી દેશે.

આ ઉપરાંત મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રહ્મણ્યમ બોલ્યા હું તમામ જમાકર્તાઓને આશ્વસ્ત કરવા માંગું છું કે તેમના ફંડ સુરક્ષિત રહેશે અને ગભરાવવાની જરૂરિયાત નથી.

ઉલ્લેખનીય છે કે, દેશની એક વધુ બેંક સંકટમા આવી છે. જેમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ યસ બેંકમાંથી ગ્રાહકો માટે ઉપાડની મર્યાદા નક્કી કરી છે. આરબીઆઈએ નિર્દેશ જાહેર કરીને કહ્યું છે કે યસ બેંકના ગ્રાહક હાલ મહત્તમ ૫૦,૦૦૦ રૂપિયા નીકાળી શકશે. આ નિયમ દરેક પ્રકારના ખાતા પર લાગુ પડશે.આ ઉપરાંત કોઈપણ વ્યક્તિ પાસે એકથી વધારે એકાઉન્ટ હશે તો પણ મહત્તમ ૫૦,૦૦૦ રૂપિયાનો જ ઉપાડ કરી શકશે. આરબીઆઈએ આ ઉપાડ પ્રતિબંધ હાલ ૩ એપ્રિલ સુધી જ લાગુ રહેશે.

આરબીઆઈએ પ્રતિબંધ લાગુ કર્યા બાદ યસ બેંકની મોબાઈલ અને ઇન્ટરનેટ સેવા પણ ડાઉન થઈ ગઈ છે. આ ઉપરાંત આરબીઆઈએ યસ બેંકના બોર્ડ ઓફ ડીરેક્ટર એટલે કે નિર્દેશક મંડળના અધિકારો પર રોક લગાવી દીધી છે. આની સાથે જ એસબીઆઈના પૂર્વ ડેપ્યુટી મેનેજીંગ ડિરેકટર અને સીએફઓ પ્રશાંત કુમાર અને પ્રશાસક તરીકે નિયુક્ત કર્યા છે.

આરબીઆઈએ કહ્યું કે યસ બેંક સતત એનપીએની સમસ્યાથી ઝઝૂમી રહી છે. જેના પગલે આ આ નિર્ણય લેવામા આવ્યો છે. આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા દિશાનિર્દેશો મુજબ યસ બેંકમા બચત, ચાલુ કે અન્ય ખાતામાંથી એક માસ દરમ્યાન ૫૦,૦૦૦ રૂપિયાથી વધારેની રકમનો ઉપાડ નહીં કરી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here