નાણા મંત્રી નિર્મલા સિતારમણે ભારતના અર્થતંત્રમાં તેજી લાવવા કહ્યું કે….

0
23

દેશની અર્થવ્યવસ્થામાં સુસ્તીનો માહોલ છે. આ સુસ્તીને દૂર કરવા માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. આ વચ્ચે નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે આજે માત્ર સરકારના ખર્ચથી આર્થિક વૃદ્ધિમાં તેજી ન આવી શકે.

  • નિર્મલા સીતારમણે કહ્યું – ઉદ્યોગએ ખચકાટ છોડવાની જરૂર
  • એસેમ્બલ ઇન ઇંડિયા સાથે મેક ઇન ઇંડિયા પણ પ્રાથમિકતા

આ સાથે નિર્મલા સીતારમણે કહ્યું કે ઉદ્યોગોને ખચકાટ છોડીને દેશની આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે રોકાણ કરવાની જરૂર છે. બજેટ બાદ ઉદ્યોગ મંડલ ભારતીય ઉદ્યોગ પરિસંઘ (CII) માં પરિચર્ચા દરમિયાન નાણા મંત્રીએ કહ્યું કે સરકાર ઉદ્યોગોનો રસ્તો આસાન બનાવવા કામ કરશે અને જે પણ સમસ્યા હશે તેને દૂર કરવામાં આવશે.

નાણામંત્રીએ કહ્યું કે મારુ માનવું છે કે ઉદ્યોગોને જે ખચકાટ છે, તેનાથી બહાર આવવું જોઇએ. જ્યારે ‘એસેમ્બલ ઇન ઇંડિયા’ ની ચર્ચા પર નિર્મલા સીતારમણે કહ્યું કે ક્ષમતા નિર્માણ રૂપમાં આપણે તેનો ઉપયોગ કરી રહ્યાં છે.પરંતુ તેનો મતલબ એ નથી કે ”મેક ઇન ઇંડિયા’ હવે આપણી પ્રાથમિકતા નથી.

આર્થિક સર્વેમાં એસેમ્બલ ઇન્ડિયાની વાત

ઉલ્લેખનીય છે કે હાલમાં રજૂ થયેલા આર્થિક સર્વેક્ષણમાં ‘એસેમ્બલ ઇન ઇંડિયા ફોર ધ વર્લ્ડ’ નો ઉલ્લેખ કરવામાં આવ્યો. આ સલાહ આપવામાં આવી છે કે ‘એસેમ્બલ ઇન ઇંડિયા ફોર ધ વર્લ્ડ’ ને ‘મેક ઇન ઇંડિયા’ સાથે જોડવા પર ભારતના નિકાસ બજારનો ભાગ 2002 સુધીમાં અંદાજે 3.5 ટકા તેમજ 2030 સુધીમાં 6 ટકા વધી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here