Tuesday, September 21, 2021
Homeનાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ વાંચવાની શરૂઆત કરી દીધી
Array

નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ વાંચવાની શરૂઆત કરી દીધી

નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ વાંચવાની શરૂઆત કરી દીધી છે. કોરોના આવ્યા પછી આ પહેલીવાર સામાન્ય બજેટ પસાર થઈ રહ્યું છે. કોરોનાને ધ્યાનમાં રાખીને ભારતના ઈતિહાસમાં પહેલીવાર આ વર્ષે પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બજેટની સોફ્ટ કોપી સોંપ્યા પછી સંસદ ભવન પહોંચ્યા હતા. અહીં કેબિનેટની બેઠક યોજાઈ હતી જેમાં બજેટને મંજૂરી આપવામાં આવી હતી.આ નિર્મલા સીતારમણનું ત્રીજું બજેટ હશે.આ બજેટથી સામાન્ય લોકો અને વેપારી જગત બન્નેને ઘણી આશા છે. આશાનું કારણ ગત વર્ષે 18 ડિસેમ્બરે આપેલું તેમનું નિવેદન છે. તેમણે કહ્યું હતું કે આ વખતનું બજેટ છેલ્લાં 100 વર્ષમાં ન આવ્યું હોય એવું હશે. 29 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ થયેલા ઈકોનોમિક સર્વેમાં આના માટે ઘણા સંકેત આપવામાં આવ્યા છે. જો બજેટ આ સંકેતો પ્રમાણે રહ્યું તો આ પ્રકારની ખાસ વાતો જોવા મળી શકે છે..

નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત પછી સંસદ ભવન પહોંચી ચૂક્યાં છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત પછી સંસદ ભવન પહોંચી ચૂક્યાં છે.

ઈકોનોમિક સર્વે તૈયાર કરનાર મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રહ્મણ્યમે કહ્યું હતું કે સમય આવી ગયો છે જ્યારે સરકાર પોતાનો ખર્ચ વધારે અને લોકો પર ટેક્સનું ભારણ ઓછું કરે. જોકે ખાનગી કંપનીઓ હાલ ખર્ચ વધારવાની સ્થિતિમાં નથી. એટલા માટે સરકારે જ ખર્ચ વધારવો પડશે, પરંતુ ખર્ચ માટે સરકાર પાસે પૈસાની અછત છે. એટલા માટે ટેક્સમાં રાહતની આશા પણ ઓછી છે. એનાથી વિપરીત કોરોના શેષ લગાવવાની ચર્ચા છે, ભલે એ વધુ કમાણી કરતી કંપનીઓ પર લાગે.

અપડેટ્સ

બજેટ રજુ થતા પહેલા નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે,બજેટ લોકોની આશાના અનુરૂપ જ રહેશે. સરકાર ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ’ના મંત્ર પર જ કામ કરી રહી છે. બજેટથી આત્મનિર્ભર ભારત પેકેજને નવી દિશા મળશે. સાથે જ આપણે કોરોના મહામારીને અટકાવવા અને અર્થવ્યવસ્થાને પાટા પર લાવવામાં સફળ થશું.

બજેટ રજુ થતા પહેલા નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે,બજેટ લોકોની આશાના અનુરૂપ જ રહેશે.
બજેટ રજુ થતા પહેલા નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે,બજેટ લોકોની આશાના અનુરૂપ જ રહેશે.

સુપર રિચ કોરોના શેષ લગાવવાથી સરકારની રેવેન્યુ વધશે

ઓક્સફેમની આકારણી છે કે ભારતના 954 સૌથી અમીર પરિવારો પર જો 4% ટેક્સ લગાવવામાં આવે તો GDPના 1% બરાબર એટલે કે 2 લાખ કરોડ રૂપિયાની રેવેન્યુ મળી શકે છે. આ પ્રકારે સેસ અથવા સરચાર્જ લગાવવાથી એમાંથી મળતા પૈસા કેન્દ્ર સરકાર પાસે જ રહે છે, રાજ્યોને એમાંથી ભાગ નથી મળતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments