Wednesday, October 20, 2021
Homeદેશનાણા મંત્રી નિર્મલા સીતારમણે દેશમાં કોલસા સંકટની વાતને સમગ્ર રીતે નિરાધાર ગણાવી

નાણા મંત્રી નિર્મલા સીતારમણે દેશમાં કોલસા સંકટની વાતને સમગ્ર રીતે નિરાધાર ગણાવી

નાણા મંત્રી નિર્મલા સીતારમણે દેશમાં કોલસા સંકટની વાતને સમગ્ર રીતે નિરાધાર ગણાવી છે. નાણા મંત્રીએ કહ્યુ કે દેશમાં કોલસાની કોઈ અછત નથી.

નાણા મંત્રીએ વિજળી સંકટને પણ નિરાધાર જણાવતા કહ્યુ કે સત્ય તો એ છે કે ભારત વિજળીના મામલે સરપ્લસ એટલે કે જરૂરિયાત કરતા વધારે ઉત્પાદન કરનારો દેશ છે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણ અમેરિકાના પ્રવાસે છે. રિપોર્ટ અનુસાર સીતારમણે કહ્યુ કે બે દિવસ પહેલા વિજળી મંત્રી આર.કે. સિંહ પણ ઑન રેકોર્ડ એ કહી ચૂક્યા છે કે કોલસાની અછત વિશે નિરાધાર ખબરો ચલાવવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે આવા તમામ સમાચારોમાં ચાલી રહ્યુ છે કે દેશમાં કેટલાક જ દિવસનો કોલસાનો સ્ટોક બચ્યો છે અને જો સરકારે યોગ્ય પગલા ઉઠાવ્યા નહીં તો દેશમાં ભારે વિજળી સંકટ આવી શકે છે. આનુ કારણ એ છે કે દેશમાં વિજળીનો લગભગ 70 ટકા ઉત્પાદન કોલસાથી ચાલનારા થર્મલ પ્લાન્ટથી થાય છે.

શુ કહ્યુ નાણામંત્રીએ

નાણામંત્રી નિર્મલા સીતારમણે અમેરિકાના હાર્વર્ડ કેનેડી સ્કુલમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યુ, સમગ્ર રીતે નિરાધાર! કોઈ વસ્તુની કોઈ અછત નથી. સત્ય તો એ છે કે જ્યાં સુધી મને યાદ છે વિજળી મંત્રીએ એ કહ્યુ હતુ કે દરેક વિજળી ઉત્પાદન કેન્દ્રએ પોતાના પરિસરમાં ચાર દિવસનો કોલસા હાજર છે અને સપ્લાય ચેનમાં પણ કોઈ પ્રકારની અડચણ નથી.

કોણે પૂછ્યો હતો પ્રશ્ન

Mossavar-Rahmani સેન્ટર ફોર બિઝનેસ એન્ડ ગવર્મેન્ટે નિર્મલા સીતારમણે સંવાદનો આ કાર્યક્રમ આયોજિત કર્યો હતો. જેમાં નિર્મલા સીતારમણે હાર્વર્ડના એક પ્રોફેસરે પ્રશ્ન પૂછ્યો કે શુ ભારતમાં વિજળી અને કોલસાની અછત વિશે આવી રહેલી ખબર સાચી છે? આની પર નિર્મલા સીતારમણે કહ્યુ કે આવુ કોઈ સંકટ નથી જેનાથી વિજળી ઉત્પાદનમાં સંકટ આવે. ભારત હવે એક પાવર સરપ્લસ દેશ છે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ, અમે જોખમને જોતા આ વાતનુ પણ ધ્યાન રાખીએ છીએ કે ભારતમાં કેટલી ઉર્જા ઉપલબ્ધ છે અને આમાં કેટલુ અશ્મિઓ  ઈંધણથી છે અને કેટલુ નવીનીકરણીય ઉર્જામાંથી. અમે આવા રસ્તા શોધી રહ્યા છીએ જેનાથી રીન્યુએબલ એનર્જી તરફથી શિફ્ટ કરવામાં આવી શકે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments