Monday, October 18, 2021
Homeનાણામંત્રી નિર્મલા સીતારામન -કોરોના મહામારી બાદ હવે અર્થવ્યસ્થા પાટા પર
Array

નાણામંત્રી નિર્મલા સીતારામન -કોરોના મહામારી બાદ હવે અર્થવ્યસ્થા પાટા પર

કોરોના સંકટમાં પાટા પરથી ઉતરી ગયેલી અર્થવ્યવસ્થાને ફરીથી દોડતી કરતાં માટે મોદી સરકારે વધુ એક રાહત પેકેજની જાહેરાત કરી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણએ ગુરૂવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, સરકારના પગલાંથી ફાયદો થયો છે. ત્રીજા ક્વાર્ટરમાં થઈ પોઝિટિવ ગ્રોથ જોવા મળી શકે છે. તેઓએ કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થામાં મજબૂત રિકવરી થઈ રહી છે. અનેક સંતકો આ વાતને દર્શાવી રહ્યા છે.

તેમણે કહ્યું હતું કે, આંકડાઓ જોઈએ તો GST કલેક્શન ઓક્ટોબરમાં ગત વર્ષની સરખામણીએ 10% વધીને રૂ. 1.05 લાખ કરોડ પર પહોચ્યું છે. આવી જ રીતે PMI ઇન્ડેક્સમાં પણ સુધારો થયો છે અને એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન 35.37 અબજ ડોલરનું વિદેશી રોકાણ દેશમાં આવ્યું છે.

નાણા મંત્રીએ કહ્યું કે, રેટિંગ એજન્સી મૂડીઝે કેલેન્ડર વર્ષ 2020 માટે ભારતના જીડીપી ગ્રોથના પોતાના અનુમાનને વધારી દીધું છે. સાથોસાથ રેટિંગ એજન્સીએ કેલેન્ડર વર્ષ 2021 માટે પણ દેશના જીડીપી ગ્રોથનું અનુમાન વધારી દીધું છે. મૂડીઝે વર્ષ 2020 માટે ભારતના જીડીપી ગ્રોથનો પોતાનો અનુમાનને વધારીને -8.9 ટકા કરી દીધો છે. આ પહેલા -9.6 ટકા હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments