મેગા રિલીફ પેકેજ પાર્ટ-4 : આર્થિક રાહત પેકેજના ચોથા તબક્કાની જાહેરાતો માટે નાણાં પ્રધાનની પ્રેસ કોન્ફરન્સ શરૂ

0
8

નવી દિલ્હી.  નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની આત્મનિર્ભર ભારતના ભાગરૂપે રાહત પેકેજની જાહેરાત કરવા પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ છે. સરકાર વ્યાપક પ્રમાણમાં વધુ ગહનતાથી આર્થિક મોરચે સુધારા હાથ ધરવા માગે છે.ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, જીએસટી, આઈબીસી સહિતના અનેક પગલાં ભર્યા છે. જે દેશની આર્થિક કામગીરી મજબૂત કરવામાં અત્યંત મહત્વના સાબિત થઈ રહ્યા છે.

કોવિડ-19 મહામારીના સંકટમાંથી બહાર આવવા નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આજે સાંજે 4 વાગે 20 લાખ કરોડ રૂપયાના પેકેજના બાકી 2 લાખ કરોડના બ્રેક અપ કરી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ રૂપિયા 20 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી હતી. ત્યારબાદ નાણાં પ્રધાન છેલ્લા ત્રણ દિવસથી તેના બ્રેક અપ આપી રહ્યા છે. અત્યાર સુધીમાં 18 લાખ કરોડ રૂપિયાના બ્રેક અપ આપી ચુક્યા છે.નાણાં પ્રધાને છેલ્લા ત્રણ દિવસમાં MSME,કોન્ટ્રેક્ટર, કર્મચારીઓ, શ્રમિક વર્ગ, વ્યાપાર-ઉદ્યોગ, પરપ્રાંતીય શ્રમિકો, વિના મૂલ્યે ખાદ્યાન, ખેડૂતોને વધારાની ધિરાણ સુવિધા, કૃષિ આંતર માળખાકીય સવલતો, માઈક્રો ફૂડ એન્ટરપ્રાઈઝ, મચ્છપાલન, પશુ રસીકરણ, ઔષધિય છોડ, મધમાખી ઉછેર જેવા અનેક ક્ષેત્રો માટે પેકેજની જાહેરાત કરી છે. આ સંજોગોમાં આજે કયાં ક્ષેત્ર માટે કેટલાક રૂપિયાનું પેકેજ આપવામાં આવશે તે જોવાનું રહેશે.

18 લાખ કરોડ રૂપિયાનો હિસાબ

પ્રથમ પેકેજમાં 7.35 લાખ કરોડ રૂપિયા જારી થયા

મળતી માહિતી પ્રમાણે પહેલું પેકેજ 25 માર્ચના રોજ પ્રધાનમંત્રીએ 1,70,000 કરોડ રૂપિયા જારી કર્યા હતા. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ પણ કેટલાક તબક્કામાં જાહેરાત કરી હતી. એટલે કે પ્રધાનમંત્રીની ઘોષણા અગાઉ કુલ 7,35,000 કરોડ રૂપિયાનું પેકેજ જારી કરવામાં આવ્યું. તેમા 1.70 લાખ કરોડ રૂપિયાનું પ્રધાનમંત્રી પેકેજ હતું. જ્યારે RBIએ બજારમાં લિક્વિડિટી વધારવા માટે રૂપિયા 5,65,200 કરોડની વિવિધ જાહેરાતો કરી હતી.

બીજા પેકેજમાં 5.94 લાખ કરોડ જારી થયા
બીજુ પેકેજ નાણાં પ્રધાને બુધવારે જારી કર્યું. તે 5,94,250 કરોડ રૂપિયાનું પેકેજ હતું. આ પેકેજમાં SME માટે લોન, કોલોરેટલ, ડેટ અને ઈક્વિટી વગેરે મળીને કુલ 3,70,000 કરોડ રૂપિયા જારી કર્યા હતા. એવી જ રીતે EPF માટે 9,250 કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા હતા. NBFC,HFC,MFI એટલે કે નોન-બેન્કિંગ, હાઉસિંગ ફાયનાન્સ તથા માઇક્રો ફાયનાન્સ માટે 75,000 કરોડ રૂપિયાની લિક્વિડિટી આપવામાં આવી. ડિસ્કોમ એટલે કે વીજળી કંપની માટે આ સમય દરમિયાન 90,000 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી. જ્યારે TDS, TCSના રિડક્શન્સ પર 5,000 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી.

ત્રીજા પેકેજમાં 3.16 લાખ કરોડ રૂપિયા જારી થયા

ગુરુવારે ત્રીજા પેકેજમાં 3,16,000 કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા. તેમા PDS માટે 3,500 કરોડ રૂપિયા, મુદ્રા યોજના હેઠળ શિશુ લોન માટે 1,500 કરોડ રૂપિયા, સ્પેશ્યલ ક્રેડિટ ફેસિલિટી સ્ટ્રીટ વેન્ડર્સ માટે 5,000 કરોડ રૂપિયા, CAMPA માટે 6,000 રૂપિયા, નાબાર્ડ માટે 30,000 કરોડ રૂપિયા, ક્રેડિટ કિસાન કાર્ડ માટે 2 લાખ કરોડ રૂપિયા, ક્રેડિટ લિંક્ડ સબસિડી માટે 70,000 કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા.

ચોથા પેકેજમાં 1.55 લાખ કરોડ રૂપિયા જારી થયા

શુક્રવારે ચોથા પેકેજના તબક્કામાં 1,55,000 કરોડ રૂપિયાની રકમ જારી કરવામાં આવી. તેમા મુખ્યત્વે એગ્રીકલ્ચર ઈન્ફ્રાને મજબૂત કરવા પર ભાર આપવામાં આવ્યો. આ માટે એક લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી. જ્યારે પશુપાલન માટે 15,000 કરોડ રૂપિયા સહિતની અન્ય કેટલીક જાહેરાત કરવામાં આવી. આ રીતે જોવા જઈએ તો આત્મનિર્ભર ભારત માટે જાહેર 20 લાખ કરોડ રૂપિયાના પેકેજથી 18 લાખ કરોડ રૂપિયા આવી ચુક્યા છે. હવે ફક્ત 2 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરવાની બાકી છે. જે અંગે આજે શનિવારે કરવામાં આવી શકે છે. આ 20 લાખ કરોડ રૂપિયા ભારતના GDPના 10 ટકા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here