Saturday, September 18, 2021
Homeફાઈનાન્શિયસ યર 2021 : એપલની કમાણી 6 લાખ કરોડ થઈ, વાર્ષિક ગ્રોથ...
Array

ફાઈનાન્શિયસ યર 2021 : એપલની કમાણી 6 લાખ કરોડ થઈ, વાર્ષિક ગ્રોથ 36% રહ્યો

એપલે ફાઈનાન્શિયસ યર 2021ના એપ્રિલ-જૂન 2021 (ત્રીજા ક્વાર્ટર)ના પરિણામ જાહેર કરી દીધા છે. આ ક્વાર્ટરમાં કંપનીનું રેવેન્યૂ 81.4 બિલિયન ડોલર (લગભગ 6 લાખ કરોડ રૂપિયા) રહ્યું, એટલે કે કંપનીનો વાર્ષિક ગ્રોથ 36% રહ્યો. અગાઉ 2020ના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનું રેવેન્યૂ 4.5 લાખ કરોડ રૂપિયા હતું. તેમજ આ ક્વાર્ટર પ્રતિ શેર કમાણી 1.30 ડોલર (લગભગ 97 રૂપિયા) રહી હતી.

આઈફોન રેવેન્યૂ વાર્ષિક આધાર પર 49.78%ના ગ્રોથની સાથે 39.57 બિલિયન ડોલર (લગભગ 2.9 લાખ કરોડ રૂપિયા) હતું. તેમજ સર્વિસિસ રેવેન્યૂ 17.48 બિલિયન ડોલર (લગભગ 1.3 લાખ કરોડ રૂપિયા) હતું. તેમાં 33%નો વાર્ષિક ગ્રોથ હતો. સર્વિસિસ રેવેન્યૂ ઓલ ટાઈ હાઈ છે. એપલના CEO ટિમ કુકે જણાવ્યું કે, ચિપના સપ્લાયના કારણે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આઈફોન અને આઈપેડના વેચાણ પર અસર થઈ શકે છે.

હાઈલાઈટ્સ- એપલની કમાણી

  • ઓવરઓલ રેવન્યૂ લગભગ 6 લાખ કરોડ રૂપિયા, વાર્ષિક ગ્રોથ 36%
  • આઈફોન રેવેન્યૂ લગભગ 2.9 લાખ કરોડ રૂપિયા, વાર્ષિક ગ્રોથ 49.78%
  • સર્વિસિસ રેવેન્યૂ લગભગ 1.3 લાખ કરોડ રૂપિયા, વાર્ષિક ગ્રોથ 33%
  • અન્ય પ્રોડક્ટ રેવેન્યૂ લગભગ 65 હજાર કરોડ રૂપિયા, વાર્ષિક ગ્રોથ 40%
  • મેક રેવેન્યૂ લગભગ 61 હજાર કરોડ રૂપિયા, વાર્ષિક ગ્રોથ 16%
  • આઈપેડ રેવેન્યૂ લગભગ 54 હજાર કરોડ રૂપિયા, વાર્ષિક ગ્રોથ 12%

છેલ્લા ત્રણ વર્ષોના ત્રીજા ક્વાર્ટરની વાત કરીએ તો, એપલના રેવેન્યૂમાં વધારો જોવા મળ્યો છે. કંપનીના પ્રતિ શેર કમાણીથી લઈને રેવન્યૂ અને સર્વિસિસ રેવન્યૂમાં નફો થયો છે.

એપલને ચિપ સપ્લાયની ચિંતા સતાવી રહી છે
એપલના CEO ટિમ કુકના વિશ્લેષકોને જણાવ્યું હતું કે, કંપની કમ્પ્યુટર ચિપથી સંબંધિત સપ્લાયમાં આવતી સમસ્યાને જોઈ રહી છે. તેનાથી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આઈફોન અને આઈપેડના વેચાણને અસર થશે. કંપનીના એપ્રિલ-જૂન ક્વાર્ટરના પરિણામ વધુ સારા હોત જો તેને ચિપ સપ્લાયનો સામનો ન કરવો પડ્યો હોત તો. તેનાથી મેક અને આઈપેડના વેચાણને અસર થઈ છે.

દર વર્ષે કંપનીનું રેવેન્યૂ વધી રહ્યું છે
છેલ્લા 5 વર્ષોની વાત કરીએ તો કંપનીનું રેવેન્યૂ દર વર્ષે વધી રહ્યું છે. કોરોના મહામારી, જેને ઘણા ધંધા બંધ કરી દીધા, તે પણ એપલનું કંઈ બગાડી ન શકી. મહામારીના સમયમાં કંપનીના પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધારે વધી ગઈ. 2019માં કંપનીનું રેવન્યૂ 19 લાખ કરોડ રૂપિયા હતું, જે 2020માં વધીને 20 લાખ કરોડ રૂપિયા થઈ ગયું.

આઈફોન 12 સિરીઝના 10 કરોડ યુનિટ વેચાયા
કાઉન્ટરપોઈન્ટ રિસર્ચના અનુસાર, એપલે આઈફોન 12 સિરીઝના લોન્ચિંગના 7 મહિનાની અંદર 10 કરોડ યુનિટ વેચ્યા. ખાસ વાત એ છે કે, કંપનીએ આઈફોન 11ના આટલા યુનિટ 9 મહિનામાં વેચ્યા હતા. ડિસેમ્બર 2020થી એપ્રિલ 2021ની વચ્ચે આઈફોન 12 પ્રો મેક્સના કુલ ગ્લોબલ સેલમાંથી 40 ટકા વેચાણ અમેરિકામાં થયું હતું.

એપલનું રેવેન્યુ સમગ્ર દુનિયામાં વધ્યું
એપલ ભલે અમેરિકન કંપની હોય, પરંતુ તેની પ્રોડક્ટ અને સર્વિસિસની ડિમાન્ડ સમગ્ર વિશ્વમાં છે. છેલ્લા 5 વર્ષોમાં કંપનીનું રેવેન્યૂ અમેરિકા, યુરોપ, ચીન, જાપાન અને એશિયા તમામ જગ્યાએ વધ્યું છે. જો કે. ચીન અને અમેરિકા વિવાદના કારણે ચીનમાં કંપનીનું રેવેન્યૂ થોડું ઓછું રહ્યું.

કોરોનાના કારણે એપલની ડિમાન્ડ વધી
મહામારીને કારણે છેલ્લા બે વર્ષોમાં એપલના તમામ પ્રોડક્ટની ડિમાન્ડમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. 2019માં આઈફોનના 18.72 કરોડ યુનિટ વેચાયા હતા, જે 2020માં વધીને 19.69 કરોડ સુધી પહોંચી ગયા. આવી જ રીતે એપલનું વેચાણ છેલ્લા બે વર્ષોમાં 4.52 કરોડ યુનિટથી વધીને 7.11 કરોડ યુનિટ સુધી પહોંચી ગયું. આઈપેડ, એપલવોચ, એરપોડ, હોમપોડ, એપલ ટીવીના વેચાણમાં પણ ગ્રોથ થયો છે.

એપલ પ્રોડક્ટ્સના છેલ્લા બે વર્ષના ત્રીજા ક્વાર્ટરના રેવન્યૂની વાત કરીએ તો કંપનીને અહીં પણ ફાયદો થયો છે. આઈફોનના વેચાણ કરતાં ડિમાન્ડ આઈપેડ, મેક મશીન, સર્વિસિસ અને ખાસ કરીને વિયરેબલ્સની રહી.

છેલ્લા 2 વર્ષોના Q3માં સર્વિસિસથી રેવન્યૂમાં વધારો થયો
2019ના ત્રીજા ક્વાર્ટરમાં એપલનું સર્વિસિસમાંથી રેવેન્યૂ 11.4 બિલિયન ડોલર (લગભગ 85 હજાર કરોડ રૂપિયા) રહ્યું. તેમજ 2020ના ત્રીજા ક્વાર્ટરમાં સર્વિસિસમાંથી રેવન્યૂ વધીને 13.1 બિલિયન ડોલર (98 હજાર કરોડ રૂપિયા) થઈ ગયું. એટલે કે કંપનીને 13 હજાર કરોડ રૂપિયાનો વધારે ફાયદો થયો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments