Monday, October 25, 2021
Homeગ્લોબલ NCAP ટેસ્ટ : મારુતિ S Pressoને ક્રેશ ટેસ્ટમાં એક પણ સ્ટાર...
Array

ગ્લોબલ NCAP ટેસ્ટ : મારુતિ S Pressoને ક્રેશ ટેસ્ટમાં એક પણ સ્ટાર ન મળ્યો:હ્યુન્ડાઈ i10 નિઓસ અને કિઆ સેલ્ટોસ કેટલી સુરક્ષિત છે જાણી લો

કાર ખરીદતા પહેલાં તે જાણવું જરૂરી છે કે તે કેટલી સુરક્ષિત છે? ગ્લોબલ NCAP (ન્યૂ કાર અસેસમેન્ટ પ્રોગ્રામે) તેના ક્રેશ ટેસ્ટમાં કારની સેફ્ટી પ્રમાણે તેને સ્ટાર આપે છે. તેમાં એડલ્ટ અને ચાઈલ્ડ સેફ્ટી માટે અલગ અલગ રેટિંગ આપવામાં આવે છે. હવે NCAPએ હ્યુન્ડાઈ i10 નિઓસ, મારુતિ સુઝુકી S Presso અને કિઆ સેલ્ટોસનો ક્રેશ ટેસ્ટ કર્યો છે. તમે જ જાણી લો કે આ કાર કેટલી સુરક્ષિત છે.

મારુતિ સુઝુકી S Presso ક્રેશ ટેસ્ટ

મારુતિ સુઝુકી S Pressoનો 64 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ક્રેશ ટેસ્ટ થયો. આ દરમિયાન કાર જ્યારે ઓબ્જેક્ટથી અથડાઈ ત્યારે આગળની તરફથી તેનું કચુંબર બની ગયું હતું. ડ્રાઈવર સીટ એરબેગનું કામ યોગ્ય રહ્યું હતું. ટેસ્ટમાં ગ્લોબલ NCAPએ આ કારને એડલ્ટ માટે કોઈ સ્ટાર આપ્યો નથી અર્થાત તેને ઝીરો સ્ટાર રેટિંગ મળ્યું છે. તો ચાઈલ્ડ સેફ્ટી માટે કારને 2 સ્ટાર રેટિંગ મળ્યું છે.

હ્યન્ડાઈ ગ્રાન્ડ i10 નિઓસ ક્રેશ ટેસ્ટ

આ કારનું ટેસ્ટિંગ પણ 64 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે કરવામાં આવ્યું છે. તે દરમિયાન કાર જ્યારે ઓબ્જેક્ટ સાથે અથડાઈ તો આગળની બાજુએ કારની દયનીય સ્થિતિ બની હતી. ડ્રાઈવર અને પેસેન્જર સીટ પરના એર બેગ્સે યોગ્ય કામ કર્યું હતું. ટેસ્ટમાં ગ્લોબલ NCAPએ આ કારને એડલ્ટ અને ચાઈલ્ડ સેફ્ટી માટે આ કારને 2 સ્ટાર રેટિંગ આપ્યું છે.

કિયા સેલ્ટોસ ક્રેશ ટેસ્ટ

કિયા સેલ્ટોસનો પ્રતિ કલાક 64 કિલોમીટરની સ્પીડ પર ક્રેશ ટેસ્ટ કરવામાં આવ્યો. આ દરમિયાન કાર જ્યારે ઓબ્જેક્ટથી અથડાઈ ત્યારે તેના આગળના ભાગના કૂરચે કુરચા ઉડી ગયા હતા. ડ્રાઈવર અને પેસેન્જર સીટ પર એરબેગે પ્રોપર કામ કર્યું. ટેસ્ટમાં ગ્લોબલ NCAPએ આ કારને એડલ્ટ માટે 3 સ્ટાર રેટિંગ આપ્યું તેમજ ચાઈલ્ડ સેફ્ટી માટે કારને 2 સ્ટાર રેટિંગ મળ્યું.

ક્રેશ ટેસ્ટ કેવી રીતે કરવામાં આવે છે?

ગ્લોબલ NCAP દ્વારા હવે ભારતમાં વેચાતી તમામ કંપનીઓની નવી કારનો ક્રેશ ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટ માટે કારમાં ડમીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ડમી મનુષ્યની જેમ તૈયાર કરવામાં આવે છે. ટેસ્ટ દરમિયાન ગાડીને એક ફિક્સ સ્પીડથી કોઈ હાર્ડ ઓબ્જેક્ટ સાથે અથડાવવામાં આવે છે. આ દરમિયાન કારમાં 4થી 5 ડમીનો ઉપયોગ કરવામાં આવે છે. બેક સીટ પર બાળકોના ડમી હોય છે. તે ચાઈલ્ડ સેફ્ટી સીટ પર ફિક્સ કરવામાં આવે છે. ક્રેશ ટેસ્ટ બાદ કારના એરબેગે કામ કર્યું કે નહીં, ડમીને કેટલું નુકસાન થયું. આ તમામ બાબતોને આધારે રેટિંગ આપવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments