બજેટ ૨૦૨૦માં જાણો સીતારમણે ગુજરાત માટે શું શું જાહેરાતો કરી?

0
25

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું બીજું બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટમાં સીતારમણે ગુજરાતને બે ખાસ ભેટ આપી છે. જેમાં અમદાવાદના લોથલમાં મેરિટાઈમ મ્યુઝિયમ બનાવવાની તથા કચ્છ જિલ્લામાં આવેલા ધોળાવીરાને આર્કિયોલોજીકલ સાઈટ તરીકે રિડેવલપ કરાશે.

લોથલના પૂરાતત્વીય અવશેષો અમદાવાદના ધોળકા તાલુકામાં સરગવાલા ગામ પાસે બે કિલોમીટર દૂર આજે પણ ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરતા ઉપલબ્ધ છે. અહીં ઉત્ખલન પ્રો.એસ.આર.રાવના આગેવાનીમાં ઈ.સ.૧૯૫૫-૬૨ દરમિયાન થયેલું હતું. જેમાં આશરે ઈ.સ. પૂર્વે ૨૫૦૦-૧૯૦૦ વર્ષો જૂની હડ્ડપન સંસ્કૃતિના લોથલ બંદર ગામે અવશેષો મળ્યા હતા. ત્યાં કોટ એટલે કિલ્લો અને નગર એમ બંને હતાં એમ જણાયું હતું.

૩૧૫૦ કરોડની ફાળવણી સંસ્કૃતિ માટે

– અમદાવાદમાં સમુદ્રી સંગ્રહાલય બનાવાશે

– ગુજરાતમાં આવેલી ધોળાવીરાને આઇકોનિક સાઇટ તરીકે વિકસિત કરાશે. લોથલમાં મેરીટાઇમ મ્યુઝિયમ બનશે. લોથલનો ઉલ્લેખ હડપ્પા સભ્યતામાં એક પોર્ટ તરીકે

છે.

– સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ડીમ્ડ યુનિવર્સિટી

– ગુજરાતની ધોળાવીરા સહિતની દેશની પાંચ આર્કિયોલોજીકલ સાઈટને રિડેવલપ કરાશે, લોથલમાં મેરિટાઈમ મ્યુઝિયમ બનાવાશે

અમદાવાદ- મુંબઇ વચ્ચે વધુ હાઈ સ્પીડ ટ્રેન શરૂ કરવામાં આવશે

– તેજસ જેવી નવી ટ્રેન શરૂ કરાશે, આ નવી ટ્રેનોથી પ્રવાસન સ્થળોને જોડવામાં આવશે

– ત્રણ નવા એક્સપ્રેસ વે બનશે, ૨૦૨૩ સુધીમાં દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વેનું કામ પૂર્ણ કરાશે

– ૫૫૦ સ્ટેશનો પર વાઈફાઈ સેવા શરૂ કરાશે

– રેલવે ટ્રેકને સમાંતર રેલવેની જ જમીન પર સોલાર પેનલ નાંખીને વીજળી ઉત્પન્ન કરાશે, ૨૭ હજાર દ્ભસ્ ટ્રેકનું ઈલેક્ટ્રિફીકેશન કરાશે. ૨૭ હજાર કિલોમીટર ટ્રેકનું

ઈલેક્ટ્રીફિકેશન કરવામાં આવશે. સોલર પાવર ગ્રિડ ટ્રેકની કિનારે પ્લાન તૈયાર કરવામાં આવશે. ૧૪૮ કિલોમીટર બેંગ્લુરુ ઉપનગીય ટ્રેન સિસ્ટમ બનશે. તેના પર કુલ ૧૮

હજાર ૬૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. તેમાં ૨૫ ટકા કેન્દ્ર સરકારનું યોગદાન હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here