આંખની નીચે કાળા ડાઘ થવાનું કારણ જાણી કરો ઉપાય, ઠંડુ દૂધ જ બેસ્ટ

0
47

ભરપૂર ઊંઘ ના લેવાના કારણે આજકાલ ખાસ કરીને લોકોને ડાર્ક સર્કલની સમસ્યાથી પરેશાન રહે છે. આંખોની નીચે નજરે પડતા આ કાળા ડાઘના કારણે સુંદરતા ફીકી લાગવા લાગે છે. યુવતીઓ તેનાથી છૂટકારો મેળવવા માંગતી હોય છે. જેને લઇને બજારમાં મળતી કેટલીક વસ્તુઓ અને ક્રીમનો તે ઉપયોગ કરે છે. પરંતુ આજે અમે તમારા માટે ખાસ નુસખા લઇને આવ્યા છીએ. જેની મદદથી તમે સહેલાઇથી ડાર્ક સર્કલની સમસ્યાને દૂર કરી શકો છો.

કેમ થાય છે ડાર્ક સર્કલ

ઊંઘ પુરી ના થવાના કારણે મહિલાઓને આંખની નીચે કાળા ડાઘની સમસ્યા થાય છે. તે સિવાય તનાવ, પ્રદુષણ, વધતી ઉંમર, કોમ્પ્યુટર કે મોબાઇલનો વધારે પ્રમાણમાં ઉપયોગ, આયરનની ઉણપ અને હોર્મોન અસંતુલનથી ડાર્ક સર્કલ મુખ્ય કારણ છે. તે સિવાય તેજ તડકામાં વધારે સમય પસાર કરવાથી ત્વચા પર પણ ડાર્ક સ્પોટ થઇ જાય છે અને તેજ કારણથી આંખની નીચે પણ ડાર્ક સર્કલ થઇ જાય છે.

ડાર્ક સર્કલ દૂર કરવાના દેશી નુસખા

ટામેટા

ડાર્ક સર્કલ દૂર કરવા માટે ટામેટા સૌથી અસરકારક ઉપાય છે. તે કુદરતી રીતે આંખની નીચેના કાળા ડાઘને ખતમ કરે છે. સાથે જ તેનાથી ત્વચા કોમળ અને ફ્રેશ પણ રહે છે. ટામેટાના રસમાં લીંબુના થોડાક ટીંપા મિક્સ કરીને રોજ આંખોની નીચે લગાવો તેનાથી ડાર્ક ગાયબ થઇ જાય છે.

બદામ તેલ

વિટામીન ઇથી ભરપૂર બદામ તેલ પણ ડાર્ક સર્કલને મિનિટોમાં દૂર કરે છે. જેના માટે રાતે સૂતા પહેલા બદામ તેલને આંખોની નીચે લગાવો. સવારે તેને પાણીથી સાફ કરી લો. થોડાક સમયમાં ડાર્ક સર્કલ ગાયબ થઇ જશે.

ઠંડુ દૂધ

કોટનની મદદથી તમે કાચા તેમજ ઠંડા દૂધને આંખની નીચે લગાવીને 10-15 મિનિટ માટે રાખી મૂકો. રોજ આ ઉપાય કરવાથી થોડાક સમયમાં તમને ફરક જોવા મળી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here