જાણો કયાં જિલ્લામાં કયાં મંત્રીના હસ્તે કરાશે ધ્વજવંદન

0
41

ગુજરાતમાં રાજયકક્ષાના સ્વાતંત્રય પર્વની ઉજવણી છોટા ઉદેપુર ખાતે કરવામાં આવશે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેશે. રાજયના અન્ય જિલ્લાઓમાં મંત્રીઓ તથા કલેકટરના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ૭૩માં સ્વાતંત્રય પર્વ નિમિત્તે સવારે ૯ કલાકે છોટાઉદેપૂરમાં રાજ્યકક્ષાના ધ્વજવંદન સમારોહમાં ધ્વજવંદન કરાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપશે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ જૂનાગઢના વિસાવદરમાં ધ્વજવંદન કરાવવાનાછે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ભરૂચના ઝઘડીયામાં ધ્વજવંદન કરાવશે.

નવસારીના જલાલપોરમાં, ડાંગના સુબીરમાં, મોરબીના હળવદ, નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર, મહિસાગરના બાલાસિનોર, અરવલ્લીના મોડાસા, બોટાદના ગઢડા તેમજ ગીર સોમનાથના વેરાવળ અને દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં તથા પોરબંદર જિલ્લાના મુખ્યમથક પોરબંદરમાં સંબંધિત જિલ્લાના કલેકટરના હસ્તે ધ્વજવંદન કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here