જાણો કયા બ્લડ ગૃપના લોકોને સૌથી વધુ કરડે છે મચ્છરો ?

0
0

ચ્છરો કરડવાથી મલેરિયા-ડેંગ્યૂ જેવી બિમારીઓ થાય છે, તે જાણકારી નાનાથી લઈને મોટા લોકો સુધીના દરેક વ્યક્તિને ખબર હોય છે. તેનાથી બચવાના આપણે ઘણા બધા નુસખાઓ અપનાવતા હોઈએ છીએ. ઘણા એવા લોકો પણ હોય છે જેમને અન્ય લોકોના પ્રમાણમાં મચ્છરો કરડવાથી વધારે તકલીફ થતી હોય છે. તમને ખબર છે તેની પાછળ તેમનું બ્લડ ગૃપ જવાબદાર હોય છે ? તો ચલો જાણીએ….

એક રિપોર્ટ અનુંસાર નર મચ્છરના પ્રમાણમાં માદા મચ્છર વધારે જોરથી કરડે છે. કારણ કે માદા મચ્છરમાં સૂંઘવાની ક્ષમતા વધુ હોય છે. આપણા શ્વાસમાંથી નીકળેલી કાર્બન ડાયોક્સાઈડની ગંધ મચ્છરોને આકર્ષિત કરે છે. તેમજ માદા મચ્છરોને પ્રજનનની પ્રકિયા માટે અમુક પોષક તત્વોની જરૂર પડે છે, જે તે માણસના લોહીમાંથી મેળવે છે.

જે લોકોનું બ્લડ ગૃપ O હોય તેમને મચ્છર કરડવાની શક્યતાઓ સૌથી વધુ હોય છે. બ્લડ ગૃપ A ની વાત કરવામાં આવે તો O ના પ્રમાણમાં તેમને મચ્છર કરડવાની સંભવના ઓછી હોય છે. તેમજ B અને AB બ્લડ ગૃપના લોકોને પણ મચ્છરો ઓછા કરડે છે. આથી O બ્લડ ગૃપ ધરાવતા લોકોએ મચ્છરોથી હંમેશા ધ્યાન રાખવુ જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here