જાણો શા માટે કેટરીના, સલમાન અને દિશા પાટની બરફના પાણીથી મોઢું ધોવે છે..

0
35

કેટરીના, દિશા પાટની અને સલમાન ખાન આ ત્રણેય કલાકારોમાં એક સમાનતા છે. આ ત્રણેય કલાકારો પોતાની સ્કીનને યુવા રાખવા માટે એક ખાસ બ્યૂટી સ્ટેપનો ફોલો કરે છે. આ ત્રણેય કલાકારો બરફના પાણીથી ફેસ વોશ કરે છે. જાણો શું છે તેનો ફાયદો..

ફ્રેશ લુક જાળવી રાખેઃ

સૂઈ ગયા બાદ ફેસમાં સોજા જોવા મળે છે. એવામાં જો તમારે કોઈ પાર્ટીમાં કે ઓફિસ જવું હોય તો બરફનું પાણી અસરકાર સાબિત થઈ શકે છે. બરફનું પાણી થોડી જ મિનિટોમાં સોજાને ઓછા કરી દેશે અને તમને ફ્રેશ લુક આપશે. જો ચહેરા પર થાક દેખાતો હોય તો બરફના પાણીથી મોઢુ ધોયા બાદ તમને તાજગી જોવા મળશે.

પોર્સને ટાઈટ કરેઃ

ગરમ પાણીથી મોઢુ ધોવાને કારણે તમારા ફેસના પોર્સ ખુલી જાય છે. પણ ચહેરા પર બરફ ઘસવાથી કે બરફના પાણીથી મોઢુ ધોવાથી તે તમારી સ્કીનને ટાઈટ કરે છે. સાથે જ પોર્સને નાના કરી દે છે. જેથી એક્ને અને પિંમ્પલ જેવી સ્કીન પ્રોબ્લેમથી દૂર રહેવામાં મદદ મળી શકે. ચહેરાની સ્કીનને સ્મૂધ કરવામાં મદદ કરે છે.

ઓઈલી સ્કીનની સમસ્યાને દૂર કરેઃ

રોજ બરફ ચહેરા પર ઘસવાથી કે તેના પાણી વડે ચહેરો ધોવાથી ઓઈલી સ્કીનની સમસ્યા પણ દૂર થઈ જાય છે. સ્કીન પર જે ઓઈલ જોવા મળે છે તે પોર્સને કારણે હોય છે. આ પોર્સને બરફ નાના કરી દે છે. જેથી ફેસ પર ઓઈલ નીકળતું નથી. બરફ સ્કીનને ઓઈલી થવાથી બચાવે છે. અને ફ્રેશ લુક આપે છે.

સ્કીનને યુવા બનાવી રાખેઃ

બરફનું પાણી ફ્રેશ લુક તો આપે જ છે પણ સાથે સ્કીનને યુવા રાખવામાં પણ મદદ કરે છે. બરફ ફેસમાં ઘસવાથી કે તેના પાણીથી મોઢુ ધોવાથી તે સ્કીન સેલ્સને રીકવર કરવામાં પણ મદદ કરે છે. જે સ્કીનની કરચલીઓને પણ કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે.

ચહેરા પર ગ્લો વધારેઃ

પોર્સ ટાઈટ રહેશે તો સ્કીન પણ ફ્રેશ દેખાશે. બરફ ઘસવાથી ચહેરા પરનું બ્લડ સર્કુલેશન લો થઈ જાય છે. જેથી ત્યાં વધારે માત્રામાં બ્લડ પહોંચે છે. ચહેરા પર બરફ ઘસવાથી ગાલ પિંક થાય છે અને ફેસ પર અલગ જ ચમક જોવા મળે છે.

કઈ રીતે ઉપયોગ કરવોઃ

એક મોટા બાઉલમાં પાણી એડ કરો અને પછી તેમાં બરફના ક્યૂબ ઉમેરો. બરફ સંપૂર્ણ રીતે પીઘળી ગયા બાદ તે પાણીમાં તમારો ફેસ થોડા સેકેન્ડ માટે ડુબાડો અથવા તો તે પાણી વડે મોઢું ધોઈ નાખો. તમે આઈસ ક્યૂબ વડે પણ સીધા ચહેરા પર મસાજ કરી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here