FIRના આધારે કરાર આધારિત કર્મચારીને નોકરીમાંથી બરતરફ કરી શકાય નહીં: હાઈકોર્ટ

0
52

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે કરાર આધારિત કામ કરતા કર્મચારીઓને લઈ મહત્વપૂર્ણ આદેશ કર્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે, કરાર આધારિત કર્મચારીઓને પણ કાયમી નિયુક્ત થયેલા કર્મચારીઓ જેટલું જ કાયદાનું રક્ષણ મળે. કરાર આધારિત કર્મચારીને પણ ગેરવર્તુણૂંકના આરોપ પર ખાતાકીય તપાસ વગર નોકરીમાંથી દૂર કરી શકાય નહીં. નિયમિત નિમણૂંક પામેલા કર્મચારી સામે જે રીતે પગલાં લેવાય એવા જ પગલા કરાર આધારિત કર્મચારીઓને પણ લાગુ પડે. માત્ર એફ.આઇ.આરના આધાર પર ખાતાકીય તપાસ પૂર્ણ કર્યા વગર કોઈપણ વ્યક્તિને નોકરીમાંથી બરતરફ કરી શકાય નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here