Thursday, April 18, 2024
HomePM કેર ફંડ કેસ : સોનિયા ગાંધી વિરુદ્ધ કર્ણાટકના શિવમોગા જિલ્લામાં FIR...
Array

PM કેર ફંડ કેસ : સોનિયા ગાંધી વિરુદ્ધ કર્ણાટકના શિવમોગા જિલ્લામાં FIR દાખલ, જનતાને સરકાર વિરુદ્ધ ઉશ્કેરવાનો આરોપ

- Advertisement -

શિવમોગા. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વિરુદ્ધ કર્ણાટકના શિવમોગા જિલ્લામાં FIR નોંધવામાં આવી છે. પીએમ કેર ફંડ અંગે ટ્વીટ બાબતે આ કેસ નોંધાયો છે. કોંગ્રેસના ટ્વીટર હેન્ડલથી 11 મેના રોજ ટ્વીટ કરીને પીએમ-કેર ફંડ પર સવાલ ઊભા કરાયા હતા. FIRમાં સોનિયાને ટ્વીટર એકાઉન્ટ હેન્ડલર ગણાવીને જબાદાર ઠેરવ્યા છે. ફરીયાદ વકીલ પ્રવણી કેવીનો દાવો છે કે સોનિયાએ ભારત સરકાર વિરુદ્ધ નિવેદન આપ્યું છે અને લોકોને સરકાર વિરુદ્ધ ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે.

કોંગ્રેસના ટ્વીટમાં શું હતું?

ટ્વીટમાં પીએમ-કેર્સ ફંડ અંગે કહવાયું હતું કે, પીએમ કેર નામથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ ફંડ જનતાનો નહીં વડાપ્રધાનની કેર માટે ઊભું કરાયું છે. જો ભાજપ સરકારમાં જનતાની કેર કરવાની ઈચ્છાશક્તિ હોય તો રસ્તા પર પ્રવાસી મજૂરોના લાંબા લાંબા કાફલા ના હોત.

ફરીયાદીએ એવો પણ દાવો કર્યો છે કે, પીએમ-કેર ફંડને પીએમ કેર ફ્રોડ કહ્યું હતું. આવું કહીને કોંગ્રેસે કોરોના સંકટમાં સરકાર વિરુદ્ધ અફવા ફેલાવી છે. તેને કોંગ્રેસના ટ્વીટર હેન્ડલથી માહિતી એકઠી કરીને સોનિયા ગાંધી વિરુદ્ધ FIR કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular