બિગ બોસ 14 : શોમાં FIR ફૅમ ચંદ્રમુખી ચૌટાલા વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લેશે : નૈના સિંહ, શાર્દુલ પાંડે, પ્રતીક સહજપાલ પણ જોવા મળશે

0
0

ટીવીના સૌથી વિવાદિત રિયાલિટી શો ‘બિગ બોસ 14’માં નવા ચહેરાઓ જોવા મળશે. પહેલા શોમાં આવવાની ના પાડનાર કવિતા કૌશિક હવે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે કોમેડી સિરિયલ ‘FIR’માં કવિતા કૌશિકે ચંદ્રમુખી ચૌટાલાની ભૂમિકા ભજવી હતી. કવિતા કૌશિક ઉપરાંત અન્ય ચાર ટીવી સેલેબ્સ ઘરમાં જોવા મળશે.

હાલમાં પિંકવિલાના રિપોર્ટ પ્રમાણે, કવિતા કૌશિક વાઈલ્ડ કાર્ડ માટે તૈયાર થઈ ગઈ છે. કવિતાને શરૂઆતમાં શોમાં એન્ટ્રી લેવા માટે અપ્રોચ કરવામાં આવ્યો હતો. જોકે, તેણે ના પાડી દીધી હતી. હવે મેકર્સે કવિતાને ‘બિગ બોસ’ના ઘરમાં જવા માટે મનાવી લીધી છે. એલીમિનેશન બાદ કવિતા ઘરમાં એન્ટ્રી લેશે.

https://www.instagram.com/p/CGlxcCsFPwJ/?utm_source=ig_embed

‘FIR’માં જોવા મળ્યા બાદ કવિતા કૌશિકનો આગવો ચાહક વર્ગ છે. કવિતા પોતાના સ્ટ્રોંગ ઓપિનિયનને કારણે ચર્ચામાં રહે છે.

અશ્લીલ તસવીર મોકલનાર યુઝર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો

કવિતા કૌશિક દરેક મુદ્દે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. હાલમાં જ એક્ટ્રેસે પોતાના ટ્વિટર અકાઉન્ટમાં કેટલીક તસવીર શૅર કરીને માહિતી આપી હતી કે એક વ્યક્તિ સતત તેને તેના પ્રાઈવેટ પાર્ટની તસવીરો મોકલી રહ્યો છે. તસવીરો શૅર કરીને કવિતાએ તે વ્યક્તિનું ID તથા સ્ક્રીનશોટ શૅર કર્યો હતો. યુઝરનું નામ શંકર સિંહ છે. કવિતાએ આ પોસ્ટમાં મુંબઈ પોલીસ તથા મહારાષ્ટ્ર સાઈબર સેલને ટૅગ કરીને આ વ્યક્તિની ધરપકડ કરવાની માગણી કરી હતી.

આ ટીવી સેલેબ્સે પણ શોમાં એન્ટ્રી લેશે

શોમાં સૌ પહેલા તૂફાની સીનિયર્સે પરસ્પરની સમંતિથી સારા ગુરપાલને એવિક્ટ કરી હતી. હવે શહઝાદ દેઓલ એવિક્ટ થાય તેવી શક્યતા છે. શોમાં બે એવિક્શન બાદ વાઈલ્ડ કાર્ડથી સભ્યો એન્ટ્રી લેશે. સૌ પહેલા વાઈલ્ડ કાર્ડ સેલેબ્સમાં ‘સ્પ્લિટ્સવિલા’ વિનર તથા ‘કુમકુમ ભાગ્ય’ ફૅમ નૈના સિંહનું નામ સામેલ છે. આ ઉપરાંત ટીવી એક્ટર શાર્દુલ પંડિત તથા પવિત્ર પુનિયાનો પૂર્વ પ્રેમી પ્રતીક સહજપાલ પણ ઘરમાં જોવા મળશે.

માનવામાં આવે છે કે ત્રણ તૂફાની સીનિયર્સ સિદ્ધાર્થ શુક્લા, ગૌહર ખાન તથા હિના ખાન ઘરની બહાર આવી ગયા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here