નવી દિલ્હી : રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 8 પર ઊભી રહેલી કોચુવેલી – ચંડીગઢ એક્સપ્રેસમાં લાગી આગ

0
49

દેશની રાજધાની દિલ્હીના નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શુક્રવારે બપોરે મોટી ઘટના બની. અહીં પ્લેટફોર્મ નબંર 8 પર ઊભી રહેલી કોચુવેલી- ચંડીગઢ એક્સપ્રેસની એક બોગીમાં આગ લાગી.

દેશની રાજધાની દિલ્હીના નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શુક્રવારે બપોરે મોટી ઘટના બની. અહીં પ્લેટફોર્મ નબંર 8 પર ઊભી રહેલી કોચુવેલી- ચંડીગઢ એક્સપ્રેસની એક બોગીમાં આગ લાગી. આગ લાગતાંની સાથે 8 ફાયરબ્રિગેડની ગાડીઓ સ્થળ પર પહોંચી હતી.

શુક્રવારે બપોરે બોગીમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે ટ્રેનથી ઉપર સુધી આગ દેખાઈ રહી હતી. રેલવે સ્ટેશન પર આગના કારણે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

અધિકારીઓના કહ્યા અનુસાર આ આગ કોચુવેલી- ચંડીગઢ એક્સપ્રેસની પાવર કાર બોગીમાં લાગી હતી. ટ્રેન નવી દિલ્હી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 8 પર ઊભી હતી. ટ્રેનમાં બેઠેલા દરેક યાત્રીઓ સુરક્ષિત છે અને સુરક્ષા કર્મીઓ આગ બુઝાવવામાં જોડાયા છે.

કેન્દ્રીય રેલ મંત્રી પિયૂષ ગોયલે પણ આ ઘટના પર ટ્વિટ કર્યું છે.તેઓએ લખ્યું કે દિલ્હીમાં કોચુવેલી-ચંડીગઢ એક્સપ્રેસની પાછળની પાવર કારમાં આગ લાગવાની ઘટના બની છે. ફાયરબ્રિગેડ દ્વારા સ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here