Friday, December 6, 2024
HomeઅમદાવાદGUJARAT: ફાયર વિભાગની કામગીરીની સમીક્ષા બેઠકમાં ઈન્ચાર્જ CFO,D.F.O. તું-તું,મેં-મેં

GUJARAT: ફાયર વિભાગની કામગીરીની સમીક્ષા બેઠકમાં ઈન્ચાર્જ CFO,D.F.O. તું-તું,મેં-મેં

- Advertisement -

અમદાવાદમાં ફાયર એન.ઓ.સી.વગરની બિલ્ડિંગમાં હાઈકોર્ટના આદેશ બાદ ફાયર વિભાગ દ્વારા કરવામા આવેલી  કામગીરીની સમીક્ષા બેઠક બોલાવાઈ હતી. આ બેઠકમાં ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે ડીવિઝનલ ફાયર ઓફિસરો પાસેથી કરવામા આવેલી કામગીરીની વિગત માંગી હતી. આ સમયે ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે એક ડિવિઝનલ ફાયર ઓફિસરને તમને સોંપવામા આવેલા ઝોન વિસ્તાર સિવાય બીજા ઝોનમાં  કેમ જાવ છો એમ પુછતાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા બેઠકમાં વિભાગે કરેલી કામગીરી ચર્ચા થાય એ પહેલા જ વાતાવરણ ઉગ્ર બની ગયુ હતુ. ડીવિઝનલ ફાયર ઓફિસરે કહયુ,હું તમને ઈ-મેઈલ કરુ છુ એવી દલીલ કરી હોવાનુ જાણવા મળે છે.ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરને પુછતા તેમણે કહયુ, બેઠકમાં ડીવિઝનલ ફાયર ઓફિસર દ્વારા કરવામા આવેલી વર્તણૂંક અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને જાણ કરવામા આવી છે.ડીવિઝનલ ફાયર ઓફિસર તેમનો ઝોન વિસ્તાર છોડીને અન્યના ઝોન વિસ્તારમા આવેલી શાળાઓમાં ઈન્સપેકશન માટે જતા હતા.આ અધિકારીએ કરેલી વર્તણૂંક અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને જાણ કરવામા આવી છે.

રાજકોટમા બનેલા અગ્નિકાંડની ઘટના બાદ અમદાવાદમાં ફાયર એન.ઓ.સી.નહિં ધરાવતી બિલ્ડિંગોમાં કાર્યવાહી ફાયર વિભાગ તરફથી કરવામા આવી રહી છે.દરમિયાન  મ્યુનિસિપલ કોર્પોરેશનની ઉસ્માનપુરા ખાતે આવેલી પશ્ચિમઝોન કચેરીમાં ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર, ઈન્ચાર્જ એડીશનલ ચીફ ફાયર ઓફિસર,ડિવિઝનલ ફાયર ઓફિસર તથા સ્ટેશન ઓફિસરોની હાઈકોર્ટના આદેશ બાદ અત્યારસુધીમાં કયાં અને શું કાર્યવાહી કરવામા આવી એ અંગે સમીક્ષા કરવા ડેપ્યુટી મ્યુનિસપલ કમિશનર(ફાયર)ની અધ્યક્ષતામા બેઠક યોજવામા આવી હતી.બેઠક શરુ થાય એ પહેલા ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે તમામ ડિવિઝનલ ફાયર ઓફિસર પાસેથી કામગીરીનો રિપોર્ટ માંગ્યો હતો.દરમિયાન એક ડિવિઝનલ ફાયર ઓફિસરને નામજોગ તમે તમને સોંપવામા આવેલો વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં આવેલી શાળાઓના ઈન્સપેકશન માટે કઈ સત્તા હેઠળ જાવ છો? એવો પ્રશ્ન કરતા આ અધિકારીએ કહયુ,હુ તમને ઈ-મેઈલ કરુ છુ,મેસેજ કરુ છુ.આ તબકકે ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે કહયુ, પણ તમને જે ઝોનનો ઓર્ડર કરેલો છે એ ઝોન સિવાય બીજા ઝોનમાં કોને પુછીને જાવ છો? આમ પુછવામા આવતા ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર ઉપરાંત ઈન્ચાર્જ એડીશનલ ચીફ ફાયર ઓફિસર ઉપરાંત બેઠકમા હાજર એવા બીજા સ્ટેશન ઓફિસર વચ્ચે પણ ઉગ્ર બોલાચાલી થઈ હતી.ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાએ કહયુ,ફાયર વિભાગની કામગીરી અંગે રાખવામા આવેલી સમીક્ષા બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અગત્યની બેઠકમાં વ્યસ્ત હોવાથી હાજર રહી શકયા નહોતા.પરંતુ આ ડિવિઝનલ ફાયર અધિકારીએ બેઠકમાં કરેલી વર્તણૂંક અંગે તેમને જાણ કરવામા આવી છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular