Monday, October 18, 2021
Homeકડી ભાગ્યોદય હોસ્પિટલના કોરોના વોર્ડમાં એસીમાં શોર્ટ સર્કિટથી આગ
Array

કડી ભાગ્યોદય હોસ્પિટલના કોરોના વોર્ડમાં એસીમાં શોર્ટ સર્કિટથી આગ

કડી શહેરની ભાગ્યોદય જનરલ કોવિડ હોસ્પિટલના કોરોના વોર્ડમાં બુધવારે સવારે 8-45 વાગે એસીમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઊઠતાં દોડધામ મચી ગઇ હતી. વોર્ડમાં દાખલ એક વૃદ્ધ મહિલા દર્દીએ ધૂમાડાના ગોટા જોઇ બૂમાબૂમ કરી મૂકતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને તેમને બીજા વોર્ડમાં ખસેડી લીધાં હતાં. આ દરમિયાન, હોસ્પિટલ અને પાલિકાની ફાયર ટીમે પાણીનો મારો ચલાવી 15 મિનિટમાં આગ પર કાબૂ મેળવી લેવાતાં મોટું નુકસાન ટળ્યું હતું.

શહેરની કોવિડ હોસ્પિટલ ભાગ્યોદય જનરલ હોસ્પિટલમાં હા 42 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. હોસ્પિટલના ઉપરના માળે બનાવેલા કોરોના વોર્ડ નં.5માં બુધવારે મેનાબેન મફતલાલ ગજ્જર (87) દર્દી દાખલ હતા. સવારે અચાનક વોર્ડ નં.5ના એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી. આ સમયે વોર્ડમાં દાખલ એકમાત્ર દર્દી મેનાબેન ગજ્જરે બુમાબુમ કરતાં હાજર સ્ટાફ દોડી આવ્યો હતો અને દર્દીને તાત્કાલિક બહાર કાઢી બીજા વોર્ડમાં સીફ્ટ કર્યા હતા. આગમાં સમગ્ર વોર્ડ લપેટમાં આવી જતાં છતનો ભાગ તેમજ પંખા સહિતને નુકસાન થયું હતું.

વોર્ડમાં ધૂમાડાના ગોટે ગોટા નીકળતા હતા

હોસ્પિટલમાં સવારે 8:45 કલાકે આગ લાગી હતી. અમે જ્યારે પહોંચ્યા ત્યારે વોર્ડમાં ધૂમાડાના ગોટે ગોટા નીકળતા હતા. હોસ્પિટલનો સ્ટાફ આગ ઓલવતો હતો, અમે ગયા પછી દશ મિનિટમાં આગ કાબૂમાં આવી હતી. > વિજય બારોટ, ફાયર ઓફિસર કડી પાલિકા

એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી

હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની તમામ સુવિધા છે. ફાયર એનઓસી પણ લીધેલી છે. એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. સદ્દનસીબે કોઈ જાનહાનિ થઇ નથી.> એચ.એન. પટેલ, સંચાલક ભાગ્યોદય હોસ્પિટલ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments