Tuesday, September 21, 2021
Homeસુરત : ધોરણ 9-11 ની સ્કૂલ શરૂ : 90 ટકા વિદ્યાર્થીઓ આવ્યા,...
Array

સુરત : ધોરણ 9-11 ની સ્કૂલ શરૂ : 90 ટકા વિદ્યાર્થીઓ આવ્યા, થર્મલ સ્કેનિંગ બાદ ક્લાસમાં પ્રવેશ.

સુરત શહેરમાં ધોરણ 10 અને 12ની સ્કૂલ શરૂ થયા બાદ 10 મહિના પછી આજથી ધોરણ 9 અને 11ની સ્કૂલો શરૂ કરવામાં આવી છે, જેમાં લગભગ 90 ટકા વિદ્યાર્થીઓ પહેલા જ દિવસથી અભ્યાસ માટે શાળામાં આવ્યા છે. સવારથી જ ધોરણ 9 અને 11ની 919 સ્કૂલમાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે પહોંચ્યા છે. સ્કૂલમાં માસ્ક અને સેનિટાઈઝ ફરજિયાત કરવામાં આવ્યું છે, જ્યારે ક્લાસમાં થર્મલ સ્કેનિંગ બાદ જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓને સ્કૂલે આવતા જોઈ શિક્ષકો આનંદિત થયા.
વિદ્યાર્થીઓને સ્કૂલે આવતા જોઈ શિક્ષકો આનંદિત થયા.

 

ધોરણ 9-11ના 1.41 લાખ વિદ્યાર્થી સ્કૂલે પહોંચ્યા

શિક્ષણ વિભાગે આજથી એટલે કે પહેલી ફેબ્રુઆરી ને સોમવારથી ધોરણ 9 અને 11ની શાળા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જિલ્લા શિક્ષણાધિકારી એચ.એચ.રાજ્યગુરૂથી જણાય આવે છે કે સુરત શહેર સહિત જિલ્લામાં ધોરણ-9 અને 11ની 700 ખાનગી, 196 ગ્રાન્ટેડ અને 23 સરકારી એમ 919 શાળા કાર્યરત છે, જેમાં ધોરણ-9ના 87 હજાર અને ધોરણ-11ના 70 હજાર વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. આ સાથે અધર બોર્ડના 12 હજાર વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. 11 મહિના બાદ ધોરણ-9 અને 11ના 1.41 લાખ વિદ્યાર્થી શાળાએ પહોંચ્યા છે.

વિદ્યાર્થીઓને પોતાની વસ્તુઓની આપ-લે ન કરવા માટે જણાવાયું છે.
વિદ્યાર્થીઓને પોતાની વસ્તુઓની આપ-લે ન કરવા માટે જણાવાયું છે.

 

સરકારની માર્ગદર્શિકા મુજબ ધોરણ 9-11ના ક્લાસ શરૂ

ડો. વિજયભાઈ મનુભાઈ પટેલ (આચાર્ય, શ્રીમતી બીડી દેસાઈ વાડીવાળા સ્કૂલ, અડાજણ સુરત) એ જણાવ્યું હતું કે સરકારની માર્ગદર્શિકા મુજબ આજથી ધોરણ 10 અને 12 બાદ હવે ધોરણ 9 અને 11ના કલાસ શરૂ કર્યા છે. લગભગ 90 ટકા વિદ્યાર્થીઓ પહેલા જ દિવસથી અભ્યાસ માટે શાળામાં આવ્યા છે. તમામ વિદ્યાર્થીઓને માસ્ક અને સેનિટાઈઝ ફરજિયાત કર્યું છે. એટલું જ નહીં, પણ થર્મલ સ્કેનિંગ કરાયા બાદ જ વિદ્યાર્થીઓને ક્લાસ રૂમમાં પ્રવેશ અપાયો છે.

થર્મલ સ્કેનિંગ બાદ વિદ્યાર્થીઓને ક્લાસમાં પ્રવેશ આપવામાં આવ્યો.
થર્મલ સ્કેનિંગ બાદ વિદ્યાર્થીઓને ક્લાસમાં પ્રવેશ આપવામાં આવ્યો.

 

શાળામાં વિદ્યાર્થીઓને આવતા જોઈ આનંદ

મીનાક્ષીબેન દેસાઈ (સંચાલક, ભૂલકાભવન શાળા, સુરત)એ જણાવ્યું હતું કે આજે શાળામાં વિદ્યાર્થીઓને આવતા જોઈ આનંદ થાય છે. ધોરણ 9-11ના ક્લાસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળી, તેમના મોઢે ઓફલાઇન અભ્યાસની મહેક દેખાઈ રહી હતી. ધોરણ 9થી 12ના ક્લાસ શરૂ થતાં જોઈ ઘણો આનંદ થાય છે. શાળાના શિક્ષકોને પણ અલર્ટ અને જાગ્રત કરાયા છે. વિદ્યાર્થીઓનેશાળામાં પ્રવેશ કર્યા બાદ તમામ માહિતી અને સરકારની એસઓપીથી વાકેફ કરી ફોલો કરવા જણાવી દેવાયું છે. મારું કામ શાળામાં રાઉન્ડ લેવાનું જ છે. શિક્ષકો હોય કે વિદ્યાર્થીઓ, તમામની સમસ્યાઓ જાણી નિરાકરણ સાથે શાળાના વાતાવરણને તંદુરસ્ત રાખી અભ્યાસની પ્રક્રિયા ચાલુ રહે એ જોવાનું છે. આજથી શાળા શરૂ થતાં તમામ વિદ્યાર્થીઓ તંદુરસ્ત વાતાવરણમાં અભ્યાસ કરી તંદુરસ્ત રહે એવી જ આશા રાખું છું.

સ્કૂલમાં માસ્ક અને સેનિટાઇઝ ફરજિયાત.
સ્કૂલમાં માસ્ક અને સેનિટાઇઝ ફરજિયાત.

 

સ્કૂલનો અભ્યાસ વિદ્યાર્થીઓ માટે તંદુરસ્ત અને હેલ્ધી અભ્યાસ

કોઠારી આરચી (ધોરણ 11 કોમર્સની વિદ્યાર્થિની)એ જણાવ્યું હતું કે ઓનલાઇન અભ્યાસમાં વધુપડતું ધ્યાન આપવું પડે છે. ઘરના એક રૂમમાં બેસીને અભ્યાસ કરવો પડે છે, જ્યારે ઓફલાઈનમાં ક્લાસ રૂમમાં બહેનપણીઓ સહિત અનેક વિદ્યાર્થીઓ સાથે અભ્યાસની મજા જ કંઈક અલગ હોય છે. શિક્ષકને અભ્યાસ કરાવતા રૂબરૂ જોઈ એની આખી પ્રક્રિયા જ બદલાય જતી હોય છે. ઓફલાઇન અભ્યાસ વિદ્યાર્થીઓ માટે તંદુરસ્ત અને હેલ્ધી કહી શકાય છે.

વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે ક્લાસમાં બેસાડાયા.
વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે ક્લાસમાં બેસાડાયા.

 

ઓનલાઇન અભ્યાસમાં આંખની સમસ્યા થતી હોય છે

દેસાઈ ક્રિશા (ધોરણ 9ની વિદ્યાર્થિની)એ જણાવ્યું હતું કે કોરોનાની મહામારીમાં ઓનલાઇન અભ્યાસ સૌથી સારી પ્રક્રિયા હતી. જોકે ઓનલાઇન અભ્યાસમાં આંખની સમસ્યા અને બેકપેઇનની તકલીફ થતી હોય છે. જ્યારે અભ્યાસની ઓફલાઇન મજા કંઈક અલગ જ હોય છે. શિક્ષક સ્ટેજ પરથી અભ્યાસ કરાવતા હોય અને કલાસ રૂમમાં બહેનપણીઓ સાથે અભ્યાસ કરવાની પદ્ધતિએ તંદુરસ્ત જીવન માટે ખૂબ સારું કહી શકાય છે.

શિક્ષક પાસેથી રૂબરૂ અભ્યાસ મેળવી વિદ્યાર્થીઓ ખુશ દેખાયા.
શિક્ષક પાસેથી રૂબરૂ અભ્યાસ મેળવી વિદ્યાર્થીઓ ખુશ દેખાયા.

 

ઓનલાઇન અભ્યાસમાં તમામ વિષયોનો સિલેબસ પૂરો

દેવાયત ગાજિયા (અંગ્રેજીના શિક્ષક)એ જણાવ્યું હતું કે ઓનલાઇન અભ્યાસ માર્ચથી શરૂ કર્યો હતો. આજથી ઓફલાઇન અભ્યાસ શરૂ થયા બાદ લગભગ 100 ટકા હાજરી કલાસ રૂમમાં દેખાઈ રહી છે. ઓનલાઈન અભ્યાસ અસરકારક હોવા છતાં આજે ઓફલાઇન અભ્યાસ માટે વિદ્યાર્થીઓ તૈયાર છે. ઓનલાઇન અભ્યાસમાં તમામ વિષયોનો સિલેબસ પૂરો થઈ ગયો છે. બસ, હવે આગામી દિવસોમાં રાઈટિંગ પ્રેક્ટિસ કરવાથી વિદ્યાર્થીઓને પરીક્ષાનો એક સારો અનુભવ મળે એવી આશા રાખું છું. ફરી બધું નોર્મલ થઈ જાય એવી પ્રાર્થના કરીશ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments