ઓલપાડ : બરબોધન સેવા સહકારી મંડળીના ગોડાઉનમાં આગ,

0
40

સુરતઃ ઓલપાડ તાલુકાની બરબોધન સેવા સહકારી મંડળીના ગોડાઉનમાં આગ લાગતા ડાંગરની 5 હજાર બોરી ભસ્મીભૂત થઇ ગઇ છે. જેમાં અઢી કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. જેથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે.

અઢી કરોડની ડાંગર બળીને ખાખ થઇ ગઇ
ખેડૂત આગેવાન જયેશભાઇએ જણાવ્યું હતું કે, આ મંડળી પુલિંગ પદ્ધતિથી ચાલે છે. એટલે કે, ખેડૂતોને દવા, બિયારણ, અને ખાતર તેમજ ધિરાણ આપતીને ચાલતી મડળીને પુલિંગ મંડળી કહેવાય છે. જેમાં 700-800 ખેડૂતોનું ઉત્પાદન એટલે કે ડાંગર સ્ટોર કરાયો હતો. લગભગ 5 હજાર બોરી ડાંગર હતો. જેમાં લગભગ અઢી કરોડની ડાંગર બળીને ખાખ થઈ ગયું છે.

શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ
બરબોધન સેવા સહકારી મંડળીના ચેરમને ધનસુખભાઇએ જણાવ્યું હતું કે, આગ લગભગ મળસ્કે 4 વાગ્યાની આસપાસ લાગી હતી. જેથી તાત્કાલિક રામા પેપર મિલની ફાયર ફાઇટર ટીમને જાણ કરી બોલાવી લેવાઇ હતી, ત્યારબાદ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સુરત પાલિકાની ફાયર ટીમને પણ મદદ માટે બોલાવાઈ હતી. લગભગ 4 કલાક બાદ આગ કાબૂમાં આવી હતી. પણ ડાંગરમાં આગ લાગી હોવાથી ધૂમાડો નીકળતો હોવાને કારણે કુલિંગ કામગીરી ચાલુ રખાઈ હતી. હાલ પતિસ્થિતિ કાબુમાં હોવાનું કહી શકાય છે. આગ શોર્ટ સર્કિટ થયો હોવાનું માનવમાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here