સુરત : ઉધનામાં શ્રીજીની શોભાયાત્રા દરમિયાન હાઈટેન્શન લાઈનને પ્રતિમા અડી જતા પ્રતિમામાં આગ

0
25

સુરતઃઉધનાથી ગણેશ પ્રતિમાા લઈ નીકળેલા એક મંડળની શ્રીજી પ્રતિમાં હાઈટેન્શન વાયરને અડી જતા સ્પાર્ક થયા બાદ પ્રતિમામાં આગ ભભૂકી ઉઠી હતી. પ્રતિમાનું ડેકોરેશન ભડકે બળતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આ‌વી હતી.

મુગટ હાઈટેન્શનને અડી ગયું

નવાપુરા ગોલવાડ ખાતે રહેતા પંકજભાઈ નવીનભાઈ રાણા અને તેમના મિત્રો શેરીમાં ગણેશ ઉત્સવનું આયોજન કર્યુ છે. રવિવારે મળસ્કે તેઓ મિત્રમંડળ સાથે શ્રીજીની પ્રતીમાં લેવા માટે ઉધના ભગવતી નગર ખાતે ગયા હતા. ત્યાંથી તેઓ ગણેશ પ્રતિમા લઈ ગોલવાડ જતા હતા. સિંહ પર સવાર અંબા માતાના હાથમાં ગણેશજીની પ્રતીકૃતી વાળી શ્રીજી પ્રતીમાં લઈ તેઓ ઉધના તરણકુંડ સામે સમિતીની સ્કૂલ પાસેથી પસાર થતા હતા. ત્યારે અંબા માતાની પ્રતિમાનું મુગટ હાઈટેન્શન લાઈનને અડી ગયું હતું. જેથી સ્પાર્ક થતા પ્રતીમાનો શણગાર સળગી ઉઠ્યો હતો. સિંહની કેશવાળી તેમજ માતાજીનો શૃંગાર સળગવા માંડતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જોકે ત્યાં સુધીમાં પ્રતીમાંનો શણગાર બળી ગયો હતો. સદનસીબે આગની આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here