રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામુ : દિવાળીના તહેવારમાં રાતે ૧૦ થી સવારના ૬ સુધી રસ્તા પર ફટાકડા ફોડવા અને તુક્કલ ઉડાવવા પર પ્રતિબંધ

0
0

કોરોના મહામારીમાં તહેવારોની ઉજવણી પર સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. ત્યારે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા દિવાળીના તહેવારોને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં રાતે 10થી સવારના 6 વાગ્યા સુધીમાં કોઈ પણ જાતના ફટાકડા ફોડવા કે તુક્કલ ઉડાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ ચાઈનીઝ તુક્કલ, લેટર્નના વેચાણ કે ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. જાહેર રસ્તા પર ફટાકડા ફોડી શકાશે નહી. તેમજ કોર્ટ કચેરી, હોસ્પિટલના 100 મીટરના વિસ્તારમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

રાજકોટ પોલીસ કમિશનર દ્વારા બહાર પાડેલું જાહેરનામું

દિવાળી તેમજ દેવ દિવાળીના પર્વને અનુલક્ષીને 2 ઓક્ટોબરથી 1 ડિસેમ્બર સુધી ચાઈનીઝ તુક્કલ, ચાઇનીઝ લેંટર્નના ઉત્પાદન, વેચાણ કે ઉડાવવા ઉપર પ્રતિબંધ રહેશે.

એટલે રાજકોટ શહેરની હદમાં કોઈ પણ વ્યકિત ચાઇનીઝ તુક્કલ કે ચાઇનીઝ લેંટર્નનું ઉત્પાદન કે વેચાણ કરી શકશે નહી અને રાજકોટના પ્રજાજનો પણ આ ચાઇનીઝ તુક્કલ કે ચાઇનીઝ લેંટર્ન ઉડાડી શકશે નહી.

શહેરના જાહેર રસ્તા/રોડ તથા ફૂટપાથ ઉપર દારૂખાનું કે ફટાકડા ફોડી શકાશે નહીં કે સળગાવી શકશે નહી. તેમજ જાહેર રસ્તા ઉપર આતશબાજી કરી શકાશે નહી.

રાજકોટ શહેરમાં રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કોઈ પણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં.

રાજકોટ શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં આવેલા તમામ કોર્ટ કચેરી, હોસ્પિટલના 100 મીટર વિસ્તારમાં ફટાકડા કે દારૂખાનું ફોડી શકાશે નહીં.

રાજકોટ શહેરના જાહેર રસ્તાઓ કે રોડ તથા ફૂટપાથ ઉપર બોમ્બ, રોકેટ, હવાઈ તથા અન્ય ફટાકડા જેનો સમાવેશ દારૂખાનામાં થતો હોય તેવા ફટાકડા ફોડી શકાશે નહીં કે કોઈ વ્યકિત પર ફેંકી શકાશે નહીં.

જાહેર સ્થળોએ ફરજીયાત માસ્ક પહેરો તેવી મારી અપીલ : CP

આ સાથે જ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરની જાહેર જનતા દ્વારા અનલોક 1થી 5 દરમિયાન પોલીસને ખૂબ જ સહકાર મળ્યો છે. આ જ રીતે દિવાળીના તહેવાર દરમિયાન પણ પોલીસને સહકાર આપી હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસના સંક્રમણમાં સ્વસ્થ અને સુરક્ષિત રહેવા જાહેર સ્થળોએ ફરજીયાત માસ્ક પહેલા લોકોને મારી અપીલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here