વિધાનસભાની પેટાચૂંટણીની મત ગણતરીમાં ભાજપને જંગી લીડ મળતા રાજકોટ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ઉજવણી.

0
9

વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરીમાં ભાજપને જંગી લીડ મળતા રાજકોટ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી કાર્યકરો ઉજવણી કરી રહ્યાં છે. રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી, ઢોલ-બેન્ડ વગાડી ઉજવણી કરવામાં આવી હતી. ગેલમાં આવી ગયેલા કાર્યકરો દો ગજ કી દૂરી ભૂલીને ટોળે વળ્યાં હતાં અને નિયમોનો ભંગ કર્યો હતો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડ અને ધનસુખ ભંડેરી સહિતના લોકો બેન્ડવાજાના તાલે ઝુમી ઉઠ્યાં હતા.

કાર્યકરોએ મો મીઠા કરાવી ઉજવણી કરી

વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ જીત તરફ આગળ વધતા રાજકોટમાં ભાજપના કાર્યકરોએ એકબીજાને મો મીઠું કરાવી ઉજવણી કરી હતી. આ દરમિયાન કોવિડ-19ના નિયમોનો પણ ભંગ કર્યો હતો. ઉજવણી દરમિયાન કેટલાક કાર્યકરો માસ્ક વગર જોવા મળ્યાં હતાં.

માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ઉલાળિયો
(માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ઉલાળિયો)

પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી ચાલુ

મત ગણતરીની પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં માહોલમાં પૂર્ણ થાય તે માટે તમામ મત ગણતરી સેન્ટર પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત આ મતગણતરી કેન્દ્ર ખાતે ફરજ ઉપરના કર્મીઓ અને મતગણતરી એજન્ટોના પ્રવેશ માટે પણ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. મતગણતરી કેન્દ્રો પર કોરોનાને લઈને તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. તમામ કેન્દ્ર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here