સુરત : કતારગામમાં ફટાકડાની લારીમાં ધડાકા સાથે આગ ફાટી નીકળતા ભાગદોડ

0
5

શહેરના કતારગામ કંતારેશ્વર મહાદેવ મંદિર બહાર સોમવારની રાત્રે અચાનક ફટાકડાની લારીમાં ધડાકા સાથે આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. જોકે એક જાગૃત નાગરિકે ઘટનાની ગંભીરતા માપી તાત્કાલિક ફાયર ને જાણ કરી દેતા ફાયરના જવાનો ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગની લપેટમાં આવેલી ફટાકડાની લારી પાછળ એક એપાર્ટમેન્ટને લઈ લોકોમાં ભય નો માહોલ પણ જોવા મળ્યો હતો.

બાળકો ફટાકડાની લારી પાસે ફટાકડા ફોડી રહ્યા હતા

વિવેકભાઈ (ફર્સ્ટ પર્સન) એ જણાવ્યું હતું કે મિત્રો સાથે વાતચીત ચાલી રહી હતી. અચાનક એક જોરદાર ધડાકાનો આવાજ સાંભળી તમામ મિત્રો દોડી ગયા હતા. એક લારી ભડ ભડ સળગી રહી હતી અને એમાં ફટાકડા ફૂટી રહ્યા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે કેટલાક બાળકો ફટાકડાની લારી પાસે ફટાકડા ફોડી રહ્યા હતા. જેનો તણખલો ઉડીને ફટાકડાની લારી પર પડતા અચાનક આગ સાથે તમામ ફટાકડા સળગી ગયા હતા.

ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો

ફાયરના જવાનોએ સમય સર દોડી આવી મોટી હોનારત થતા અટકાવી દીધી હતી. સળગતી લારી પાછળ એક રેસિડેન્સીયલ એપાર્ટમેન્ટ હોવાથી ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here