Thursday, March 28, 2024
Homeઅમદાવાદ : જોધપુર ચાર રસ્તા પાસે કેબલ ઓપરેટર પર ફાયરિંગ મામલે આકાશ...
Array

અમદાવાદ : જોધપુર ચાર રસ્તા પાસે કેબલ ઓપરેટર પર ફાયરિંગ મામલે આકાશ પરમારની ધરપકડ

- Advertisement -

અમદાવાદ: શહેરના જોધપુર ચાર રસ્તા નજીક થયેલ ફાયરિંગ મામલે પોલીસે આકાશ પરમાર નામના આરોપીની ધરપકડ કરી છે. આકાશ પરમાર નામના શખ્સે કેબલ ઓપરેટર મહેશ ઠાકોર પર જૂની અદાવતમાં ફાયરિંગ કર્યું હતું.

શું છે મામલો
14 જુલાઈના રોજ જોધપુર ચાર રસ્તા પાસે મહાબળેશ્વર ફ્લેટમાં રહેતા ખાનગી કેબલ ઓપરેટર મહેશ ઠાકોર નજીક આવેલી પોતાની ઓફિસ બહાર તેમના જમાઈ પી.કે. તથા અન્ય એક વ્યક્તિ સાથે બેઠા હતા. આ દરમિયાન રાતના 10.15 વાગ્યાની આસપાસ અલ્ટો કાર લઈ આકાશ પરમાર નામનો શખ્સ તેમની પાસે આવ્યો અને હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. મહેશ ઠાકોર પર હુમલો થતાં તેમના જમાઈ વચ્ચે પડતા તેમને ઈજા થઈ હતી. બૂમાબૂમ થતાં આકાશ ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ ઘટનામાં આકાશે ફાયરિંગ કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાતા સેટેલાઇટ પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular