Sunday, November 28, 2021
Homeઅમદાવાદના દિલ્હી દરવાજા નજીક ફાયરિંગની ઘટના, આરોપી એક કિન્નરની ધરપકડ
Array

અમદાવાદના દિલ્હી દરવાજા નજીક ફાયરિંગની ઘટના, આરોપી એક કિન્નરની ધરપકડ

દિલ્હી દરવાજા વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના, પોલીસે કિન્નરની ધરપકડ કરી

અમદાવાદના દિલ્હી દરવાજા નજીક ફાયરિંગની ઘટના બની હતી. જેમાં ચાર રસ્તા નજીક એક કિન્નરે ફાયરિંગ કર્યુ હતું. ક્રાઈમબ્રાંચ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયરિંગ મામલે કિન્નરની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદના દિલ્હી દરવાજા નજીક ફાયરિંગ

રુપીયાની લેવડદેવડમાં એક કિન્નરે કર્યુ ફાયરીંગ

આરોપી કિન્નરની ગણતરીના કલાકોમાં જ પોલીસે કરી ધરપકડ

પોલીસે મામલાની તપાસ કરતા નીતુ માસી નામના કિન્નરે રાજુ નામના એક વ્યક્તિ પર ફાયરિંગ કરવાના ઇરાદાથી હવામાં ગોળીબાર કરી અને ડરનો માહોલ પેદા કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આ ઘટના પૈસાની લેતી દેતીમાં બની હતી.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે દિલ્હી ચકલા પાસે પૈસાની લેતી દેતી મામલે બબાલ થઇ હતી. જેમાં નીતુ માસી નામના કિન્નર આવેશમાં આવી તોડફોડ કરી હવામાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગના મેસેજ મળતા જ શાહપુર પોલીસ ઉચ્ચ અધિકારીઓ તેમજ ક્રાઈમ બ્રાન્ચની ટીમો ઘટના સ્થળે આવી પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં ફાયરિંગ એરગનમાંથી કરવામાં આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પોલીસે આ મામલે આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કરી અને ગણતરીના કલાકામાં જ આરોપીની ધરપકડ કરી હતી.

ખાનપુર વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો

અમદાવાદના મધ્યમાં ખાનપુર વિસ્તારમાં લગભગ 10.30 વાગ્યાની મોડી રાતે બે જૂથો વચ્ચે નજીવી બાબતે મામલો બીચક્યો હતો. ત્યાર બાદ બંને જૂથ વચ્ચે પથ્થરમારો શરૂ થયો હતો. શખ્સોએ કેટલાક વાહનોમાં તોડફોડ કરી હતી.

પથ્થરમારાની ઘટના બનતા જ પોલીસનો મોટી સંખ્યામાં કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાતા DCP સહિતના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસકર્મીઓ અહીં પહોંચ્યા હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments