ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના લોની પોલીસ સ્ટેશન વિસ્તારના શકલપુરા ગામમાં રહેતા કોંગ્રેસ નેતા અને રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટના પિતરાઈ ભાઈ રોહન પર કેટલાક લોકોએ ગોળીબાર કર્યો હતો. આમાં રોહન નાસી છૂટ્યો હતો. ફાયરિંગ કરનાર લોકોએ બાઇક ચલાવી રહેલા રોહનને ઓવરટેક કેમ કરી અને તે બાબતને લઈ તેને રોકીને તેની પણ ફાયરિંગ કર્યુ હોવાની વાત સામે આવી છે.
પોલીસે આરોપી કાર ચાલક કુણાલ અને તેના ભાઈ સુમિતની ધરપકડ કરી છે, જે ચિરોડીના રહેવાસી છે. તેમના કબજામાંથી ઘટનામાં વપરાયેલી ગેરકાયદેસર પિસ્તોલ મળી આવી છે.એસીપી લોની સિદ્ધાર્થ ગૌતમે જણાવ્યું કે પોલીસને બાતમી મળી હતી કે બંથલા ચોકીના શકલપુરા ગામમાં ફાયરિંગ થયું છે. તપાસમાં જાણવા મળ્યું કે રોહન બાઇક પર ઘર તરફ જઇ રહ્યો હતો. રસ્તામાં કુણાલ તેની કારમાં ગામમાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે બાજુ ન આપવા અને ધૂળ ઉડવા બાબતે બોલાચાલી થઈ હતી.
પીડિત રોહન કસાણાના જણાવ્યા મુજબ, તે તેના ગામ શાકલપુરાથી બાઇક પર કોઈ કામ માટે જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં તેની ઈકો કારમાં જઈ રહેલા કુણાલ અને તેના ભાઈ સુમિત સાથે બોલાચાલી થઈ હતી. બાઇક સાથે કારને ઓવરટેક કરવા અને કારમાંથી ધૂળ ઉડાડવાની વાતનો વિવાદ એટલો વધી ગયો હતો કે આરોપી સુમિતે રોહનને માર માર્યો હતો અને ડરાવવા માટે હવામાં ફાયરિંગ કર્યું હતું.
આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે, આ ઘટનાથી વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. પોલીસે રોહનની ફરિયાદ પરથી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ પાસે ગેરકાયદેસર હથિયારો ક્યાંથી આવ્યા તેની પણ પોલીસ તપાસ કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પીડિત યુવક રોહનના સંબંધમાં કોંગ્રેસના નેતા સચિન પાયલટની માતાના મામાનો પુત્ર છે.