1975 બાદ LAC પર ફાયરિંગ! પેંગોંગમાં ચીની સૈનિકોને ભગાડ્યા

0
0

લદાખમાં ભારત અને ચીનની વચ્ચે તણાવ વધતો જઈ રહ્યો છે. સોમવાર મોડી રાત્રે પેન્ગોગ ત્સો લેક પર LACની પાસે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ફાયરિંગની ઘટના બની છે. ચીનની સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સે ભારતીય સૈનિકો પર પેન્ગોગ ત્સોના દક્ષિણ કિનારા પર ફાયરિંગ કરવાનો આરોપ લગાવ્યો છે. જોકે, ભારતીય સેના સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે ચીન તરફથી ભારતીય ક્ષેત્રમાં પહેલા ફાયરિંગ કરવામાં આવ્યું, ત્યારબાદ ભારત તરફથી જવાબી કાર્યવાહી થઈ. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે 1975 બાદ સરહદ પર ભારત અને ચીનની સૈનિકોની વચ્ચે આ પ્રકારે પહેલીવાર ફાયરિંગ થયું છે.

ચીની પીપલ્સ લિબરેશન આર્મીના ચાઇનીઝ સંરક્ષણ મંત્રાલયના પશ્ચિમી થિયેટર કમાન્ડના પ્રવક્તા કર્નલ ઝાંગ શુઈલીએ મોડી રાતે કથિત નિવેદન આપ્યું હતું કે, ભારતીય સૈનિકો દ્વારા કથિત રીતે ઉશ્કેરણી કરવામાં આવી હતી. જોકે, આ ફાયરિંગ અંગે ભારત તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. કપટી ચીની સૈનિકોને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો.

ચીને આરોપ લગાવ્યો છે કે, ભારતીય સેનાએ સોમવારે પેંગોંગ ઝીલના દક્ષિણ કાંઠે આવેલા શેનપાઓ પર્વત પર ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરી હતી. જ્યારે ભારતીય સેનાના એ ચીનના તમામ આરોપોને ફગાવ્યા હતા. ભારતીય સૂત્રોએ આ વાતની પુષ્ટી કરી હતી કે વોર્નિંગ શોર્ટસ ફાયર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે સીમા પર તૈનાત સૈનિક ત્યારથી એલર્ટ પર છે કે જ્યાં તેમણે કાલા ટોપ અને હેલ્મેટ ટોપને પોતાના નિયંત્રણમાં લીધા છે. અને ચીની સૈનિકો આ બન્ને હીલને કબ્જે કરવા માટે આગળ વધી રહ્યા છે.

અત્યાર સુધી ચીનના આ નિવેદન પર ભારત સરકાર કે ભારતીય સેના તરફથી કોઈ અધિકૃત નિવદેન નથી આપવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here