અમદાવાદ : ATS ટીમ પર ફાયરિંગ, મુંબઇના શાર્પશૂટરની ધરપકડ

0
0

અમદાવાદ શહેરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. રિલિફ રોડ પર ATS ટીમ પર શાર્પશુટરે ફાયરિંગ કર્યું હતું. જો કે સદ્ નસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ સર્જાઇ નથી. તો બીજી તરફ પોલીસે ફાયરિંગ કરનાર આરોપીને ઝડપી લીધો છે.

ATSને બાતમી મળી હતી કે, મુંબઇના શાર્પશુટરને કોઇ લોકલ વ્યક્તિ રીસિવ કરવા આવવાનો છે. બાતમી બાદ ATS આરોપીને પકડવા પહોંચી તો ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મળતી વિગત મુજબ. રિલિફ રોડ ખાતે મોડી રાતે ATS એક આરોપીને પકડવા ગઇ હતી. આ દરમિયાન શાર્પશુટરે ફાયરિંગ કર્યું હતું. શાર્પશુટરે મુંબઇનો હોવાનું સામે આવ્યું છે જે કોઇ નેતાની હત્યા કરવા માટે આવ્યો હતો.

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, અમદાવાદના રિલીફ રોડ વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની હતી. જ્યાં એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. જે શાર્પશૂટરે ફાયરિંગ કર્યું, તે ગુજરાતના કોઈ રાજકીય નેતાની હત્યા કરવા માટે ગુજરાત આવ્યો હતો. તેને રિલીફ રોડ પર પકડવા જતા તેણે ટીમ પર ફાયરિંગ કર્યું હતું. ડીઆઈજી હિમાંશુ શુક્લ, એસપી દીપન ભદ્રન, ડીવાયએસપી કેકે. પટેલ અને ડીવાયએસપી બીપી રોજીયા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે, સદનસીબે કોઈ અધિકારીને ઇજા થઈ ન હતી. આ ઘટનામાં એક શખ્સની અટકાયત કરવામાં આવી છે. ત્યારે કહેવાઈ રહ્યું છે કે, પાકિસ્તાન તરફથી રાજકીય નેતાને મારવાની સોપારી મળી હોવાનું કહેવાય છે.

હાલ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે, મુંબઈના શાર્પ શૂટરોને અમદાવાદ એટીએસ પર ફાયરિંગ કરવા માટે પાકિસ્તાનથી સોપારી મળી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. બીજી બાજુ આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here