Wednesday, September 28, 2022
Homeદેશનડિયાદથી અમેરિકા રવાના કરાયો વેગન ફૂડનો પહેલો જથ્થો

નડિયાદથી અમેરિકા રવાના કરાયો વેગન ફૂડનો પહેલો જથ્થો

- Advertisement -

વિદેશીઓને શાકાહારી માંસાહારી ભોજન ખાતા કરવા માટે કેન્દ્ર સરકારે ગુજરાતના નડિયાદથી વેગન ફૂડનો પહેલો જથ્થો અમેરિકા મોકલવામાં સહાય કરી છે. વેગન ફૂડનો દેશનો પહેલો જથ્થો નડિયાદથી અમેરિકાના કૈલિફોર્નિયા તરફ રવાના કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના વેપાર મંત્રાલય હેઠળ આવતી એગ્રિકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ઓથોરિટી (એપેડા)એ ખેડા જિલ્લાના નડિયાદથી અમેરિકાના કેલિફોર્નિયામાં વેગન ફૂડ કેટેગરી હેઠળ પ્લાન્ટ-આધારિત માંસની ખાદ્યવસ્તુઓનો પ્રથમ જથ્થો મોકલી આપ્યો છે. દેશમાંથી વિદેશમાં જનાર વેગને ફૂડનો આ પહેલો જથ્થો છે.

નડિયાદથી યુએસએમાં નિકાસ કરવામાં આવેલા પ્રથમ જથ્થામાં મોમોઝ, મીની સમોસા, પેટીસ, નગેટ્સ, સ્પ્રિંગ રોલ્સ, બર્ગર વગેરે જેવા વેજિટેરિયન ફૂડ પ્રોડક્ટ્સ છે. ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિકાસને લોજિસ્ટિક્સ સપોર્ટ પૂરો પાડવામાં આવ્યો હતો. એપેડાના અધ્યક્ષ, ડો. એમ. અંગામુથુએ જણાવ્યું હતું કે એપેડા પરંપરાગત પ્રાણી-આધારિત માંસ નિકાસ બજારને નુકશાન પહોંચાડ્યા વિના મોટા પાયે છોડ-આધારિત માંસ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની દિશામાં કાર્યરત છે.  ખેડા જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણીએ ભવિષ્યમાં નિકાસને લગતી પ્રવૃત્તિઓ માટે એપેડાને જરૂરી તમામ સહકારની ખાતરી આપી હતી. બચાણીએ જણાવ્યું હતું કે, “પ્રાદેશિક વડા, એપેડા ગુજરાતના પ્રયત્નોથી એ શક્ય બન્યું છે કે પ્લાન્ટ આધારિત ખાદ્ય ઉત્પાદનોનો પ્રથમ જથ્થો નડિયાદથી યુ.એસ.એ. મોકલવામાં આવી રહ્યો છે.

એપેડાએ આગામી મહિનાઓમાં ઓસ્ટ્રેલિયા, ઇઝરાયેલ, ન્યૂઝીલેન્ડ અને અન્ય દેશોમાં પેનકેક, સ્નેક્સ, ચીઝ વગેરે સહિત વિવિધ પ્રકારના વીગન ફૂડ ઉત્પાદનો મોકલવાની યોજના બનાવી છે. એપેડાએ વર્ચ્યુઅલ ટ્રેડ ફેર્સ, ફાર્મર કનેક્ટ પોર્ટલ, ઇ-ઓફિસ, હોર્ટિનેટ ટ્રેસેબિલિટી સિસ્ટમ, બાયર સેલર મીટ, રિવર્સ બાયર સેલર મીટ, પ્રોડક્ટ સ્પેસિફિક સેલર મીટ વગેરેના આયોજન માટે વર્ચ્યુઅલ પોર્ટલના વિકાસ દ્વારા સંખ્યાબંધ નિકાસ સંવર્ધન પ્રવૃત્તિઓ અને પહેલો હાથ ધરી છે. એપેડા રાજ્યમાંથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અને નિકાસને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહ્યું છે. વેગન ફૂડ છોડ અને વનસ્પતિમાંથી બનાવેલું માંસાહારી ભોજન છે જોકે આ પ્રકારના માંસાહારી ભોજન માટે પ્રાણીઓની કતલ કરવામાં નથી આવતી તેને બદલે છોડવા અને વનસ્પતિમાંથી તેને તૈયાર કરવામાં આવે છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular