Monday, October 18, 2021
Homeફર્સ્ટ કેસ : આંતરડાં સુધી પહોંચ્યું બ્લેક ફંગસ, દિલ્હીના 2 દર્દીઓમાં બ્લેક...
Array

ફર્સ્ટ કેસ : આંતરડાં સુધી પહોંચ્યું બ્લેક ફંગસ, દિલ્હીના 2 દર્દીઓમાં બ્લેક ફંગસે આંતરડાંમાં કાણું કર્યું

બ્લેક ફંગસનો કહેર એટલી હદે વધવા લાગ્યો કે તે હવે આંતરડાં સુધી પહોંચી ગયો છે. દિલ્હીમાં ગંગારામ હોસ્પિટલના દર્દીમાં બ્લેક ફંગસ આંતરડાં સુધી પહોંચી જવાનો કેસ સામે આવ્યો છે. હોસ્પિટલ મેનેજમેન્ટનું કહેવું છે કે આવું પ્રથમ વખત બન્યું કે બ્લેક ફંગસ આંતરડાં સુધી પહોંચ્યું હોય. આ ફંગસ એટલું ઘાતક છે કે તે આંતરડાં સુધી પહોંચીને તેમાં કાણું કરી દે છે. આમ થનારા દર્દીઓની ઉંમર 56 અને 69 વર્ષ છે.

પહેલાંથી કોરોના સંક્રમિત દર્દીમાં થયો હતો પેટમાં દુખાવો

હોસ્પિટલ મેનેજમેન્ટના જણાવ્યા પ્રમાણે, 68 વર્ષીય દર્દીની સારવાર આશરે 1 અઠવાડિયાં સુધી ચાલી. તેનામાં કોરોનાના હળવા લક્ષણો હતાં. પેટમાં દુખાવો હોવાથી એસિડિટીની દવાઓ લીધી. આશરે 3 દિવસ સુધી ઘરે જ દવાઓ લીધા બાદ હોસ્પિટલમાં દાખલ થવા પર આ ફંગસ વિશે માલુમ પડ્યું.

સર્જીકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. ઉષાસ્ત ધીરનું કહેવું છે કે, કોરોના સંક્રમિત થવા પર દર્દીની ઈમ્યુનિટી સિસ્ટમ લૉ થઈ હતી અને તેને વેન્ટિલેટર સપોર્ટ આપવામાં આવ્યો. CT સ્કેનના રિપોર્ટમાં માલુમ પડ્યું કે આંતરડામાં કાણું પડી ગયું છે. તેને તરત એન્ટિ ફંગલ ટ્રીટમેન્ટ અપાઈ અને સંક્રમિત ભાગને બાયોપ્સી માટે મોકલવામાં આવ્યો.

કોરોના રિકવરી બાદ બીજા દર્દીને પણ પેટથી શરૂઆત થઈ

56 વર્ષીય બીજા દર્દી કોરોનાથી રિકવર થયા બાદ પેટમાં દુખાવો થયો હતો. દર્દીને ડાયાબિટીસ પણ હતું. કોરોનાની સારવાર દરમિયાન તેણે સ્ટિરોઈડ્સ લીધા હતા. દર્દીનું CT સ્કેન કરવામાં આવ્યું અને નાનાં આંતરડાંમાં કાણું જોવા મળ્યું. બાયોપ્સી રિપોર્ટમાં બ્લેક ફંગસની પુષ્ટિ થઈ. દર્દીના પરિવારમાં તેની પત્ની સહિત 3 લોકોના પહેલાંથી જ મૃત્યુ થયાં છે.

દુર્લભ છે આવા કેસ

હોસ્પિટલના જણાવ્યા પ્રમાણે, આંતરડાંમાં બ્લેક ફંગસના આ કેસ દુર્લભ છે. તેને ઈન્ટેસ્ટાઈનલ મ્યુકોરમાઈકોસિસ કહેવાય છે. તેની શરૂઆત પેટ અથવા આંતરડાંથી થાય છે. ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થયેલાં દર્દીઓમાં તેનું જોખમ વધારે છે, પરંતુ હોસ્પિટલમાં આવેલા 2 કેસ અલગ તરાઈ આવે છે. આ બંને દર્દીઓને કોરોના થયો અને ત્યાર બાદ નાનાં આંતરડાંમાં બ્લેક ફંગસનું સંક્રમણ થયું.

શું છે બ્લેક ફંગસ?

આ એક ફંગલ ડિસીઝ છે. જે મ્યુકરમાયકોસિસ નામના ફંગસથી થાય છે. તે મોટાભાગે તે લોકોને થાય છે, જેમને પહેલાથી જ કોઈ બીમારી હોય અથવા એવી મેડિસીન લઈ રહ્યા હોય જે ઈમ્યુનિટીને ઘટાડતી હોય અથવા શરીરની બીજી બીમારીઓનો સામનો કરવાની ક્ષમતા ઘટાડતી હોય.

તે શરીરમાં કેવી રીતે પહોંચે છે?

વાતાવરણમાં હાજર મોટાભાગના ફંગસ શ્વાસ દ્વારા આપણા શરીરમાં પ્રવેશે છે. જો શરીરમાં કોઈ પ્રકારનો ઘા છે અથવા શરીર બળી ગયું છે તો ત્યાંથી પણ આ ઈન્ફેક્શન શરીરમાં ફેલાઈ શકે છે. જો શરૂઆતના તબક્કામાં તેનું નિદાન કરવામાં ન આવે તો આંખો ગુમાવવી પડી શકે છે અથવા શરીરના જે ભાગમાં આ ફંગસ ફેલાયું છે, તે ભાગ સડી શકે છે.

બ્લેક ફંગસ ક્યાં જોવા મળે છે?

આ ફંગસ વાતાવરણમાં ગમે ત્યાં રહી શકે છે, ખાસ કરીને જમીન અને સડી જતાં ઓર્ગેનિક મેટર્સમાં. જેમ કે, પાંદડાઓ, સડેલાં લાકડાંઓ અને કમ્પોસ્ટ ખાતરમાં.

તેના લક્ષણો શું છે?

શરીરના જે ભાગમાં ઈન્ફેક્શન છે, તેના પર આ બીમારીના લક્ષણ નિર્ભર રાખે છે. ચહેરાની એક બાજુ સોજો, માથામાં દુખાવો, નાક બંધ થઈ જવું, ઈલટી થવી, તાવ આવવો, છાતીમાં દુખાવો, સાયનસ કન્ઝેશન, મોંની ઉપરનો ભાગ અથવા નાકમાં કાળા ઘા થવા, જે ઝડપથી ગંભીર થઈ જાય છે.

આ ઈન્ફેક્શન કયા લોકોને થાય છે?

તે એ લોકોને થાય છે જે ડાયાબિટિક છે, જેમને કેન્સર છે, જેમના ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થયા હોય, જે લાંબા સમયથી સ્ટિરોઈડનો ઉપયોગ કરી રહ્યા હોય, જેમને કોઈ સ્કિનની ઈજા થઈ હોય, પ્રિમેચ્યોર બેબીને પણ આ થઈ શકે છે. જે લોકોને કોરોના થઈ રહ્યો છે, તેમની પણ ઈમ્યુન સિસ્ટમ કમજોર થઈ જાય છે. જો કોઈ હાઈ ડાયાબિટિક દર્દીને કોરોના થઈ જાય છે તો તેની ઈમ્યુન સિસ્ટમ વધારે કમજોર થઈ જાય છે. આવા લોકોમાં બ્લેક ફંગસ ઈન્ફેક્શન ફેલાવવાની આશંકા વધારે રહે છે.

આ ફંગસ કેટલું જોખમકારક છે?

આ ફંગસ એકથી બીજા દર્દીમાં નથી ફેલાતું, પરંતુ તે કેટલું જોખમકારક છે તેનો અંદાજ તેના પરથી લગાવી શકાય છે કે તેના 54% દર્દીઓનું મૃત્યુ થઈ જાય છે. આ ફંગસ જે એરિયામાં ડેવલપ થાય છે, તેને નષ્ટ કરી દે છે. સમયસર સારવાર કરાવવાથી તેનાથી બચી શકાય છે.

તેનાથી કેવી રીતે બચવું?

કન્સ્ટ્રક્શન સાઈટ અથના ડસ્ટવાળા એરિયામાં ન જવું, ગાર્ડનિંગ અથવા ખેતી કરતાં સમયે ફૂલ સ્લીવ્ઝની સાથે ગ્લવ્ઝ પહેરવા, માસ્ક પહેરવો, તે જગ્યાએ જવાનું ટાળવું, જ્યાંથી પાણી લિકેજ થઈ રહ્યું હોય, જ્યાં ડ્રેનેજનું પાણી ભરાયેલું હોય. જેમને કોરોના થઈ ચૂક્યો હોય, તેમને પોઝિટિવ અપ્રોચ રાખવો જોઈએ. કોરોનાથી સાજા થયા બાદ પણ રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવું. જો ફંગસના કોઈપણ લક્ષણ દેખાય તો તાત્કાલિક ડૉક્ટર પાસે જવું જોઈએ. તેનાથી આ ફંગસ શરૂઆતના તબક્કામાં પકડમાં આવી જશે અને તેની સમયસર સારવાર કરી શકાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments