Thursday, October 28, 2021
Homeબર્ડ ફ્લુનો પહેલો કેસ : ચીન ખાતે મનુષ્યમાં પણ નોંધાયું બર્ડ ફ્લુનું...
Array

બર્ડ ફ્લુનો પહેલો કેસ : ચીન ખાતે મનુષ્યમાં પણ નોંધાયું બર્ડ ફ્લુનું સંક્રમણ

ચીન ખાતે મનુષ્યમાં બર્ડ ફ્લુનો પહેલો કેસ સામે આવ્યો છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે મંગળવારે જણાવ્યું કે, ચીને દેશના પૂર્વીય જિઆંગસુ પ્રાંત ખાતે બર્ડ ફ્લુના H10N3 સ્ટ્રેન સાથે માનવ સંક્રમણનો પ્રથમ કેસ નોંધ્યો છે. ઝેંજિયાંગ શહેરના એક 41 વર્ષીય વ્યક્તિમાં બર્ડ ફ્લુનો સ્ટ્રેન મળી આવ્યો હતો અને હાલ તેની સ્થિતિ સ્થિર છે.

ચીનના અધિકારીઓએ જણાવ્યું કે, દર્દીઓમાં 28 મેના રોજ H10N3 એવિયન ઈન્ફ્લુએન્ઝા વાયરસ સામે આવ્યો હતો. હાલ તે વ્યક્તિ બર્ડ ફ્લુના H10N3 સ્ટ્રેનથી કેવી રીતે સંક્રમિત થઈ તે જાણવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અગાઉ વૈશ્વિક સ્તરે H10N3 દ્વારા માનવ સંક્રમણનો અન્ય કોઈ કેસ સામે નથી આવેલો.

H10N3 એ બર્ડ ફ્લુ વાયરસનો એક ઓછો રોગજનક અને અપેક્ષાકૃત ઓછો ગંભીર સ્ટ્રેન છે અને તે મોટા પાયે ફેલાય તેવું જોખમ ખૂબ જ ઓછું છે. ચીનમાં એવિયન ઈન્ફ્લુએન્ઝાના અનેક અલગ-અલગ સ્ટ્રેન છે અને કેટલાક નાના પાયે લોકોને સંક્રમિત પણ કરે છે. ખાસ કરીને મરઘા પાલન કરતા લોકો તેનો ભોગ બનતા હોય છે.

H5N8 ઈન્ફ્લુએન્ઝા એ વાયરસ (બર્ડ ફ્લુ વાયરસ તરીકે પણ ઓળખાય છે)નો એક ઉપપ્રકાર છે, જ્યારે H5N8 ફક્ત મનુષ્ય માટે ઓછો જોખમી છે પરંતુ તે જંગલી પક્ષીઓ અને મરઘા માટે અત્યંત ઘાતક છે. એપ્રિલમાં પૂર્વોત્તર ચીનના શેનયાંગ શહેરમાં જંગલી પક્ષીઓમાં અત્યાધિક રોગજનક H5N6 એવિયન ફ્લુ મળી આવ્યો હતો.

બર્ડ ફ્લુ ફેલાવવા માટે અનેક વાયરસ જવાબદાર હોય છે પરંતુ તેમાં H5N1ને સૌથી ખતરનાક માનવામાં આવે છે કારણ કે આ વાયરસ જ મનુષ્યમાં બર્ડ ફ્લુના સંવાહક તરીકે કામ કરે છે અને તેમને શિકાર બનાવે છે. મનુષ્યમાં બર્ડ ફ્લુના સંક્રમણનો પહેલો કેસ 1997ના વર્ષમાં સામે આવ્યો હતો જ્યારે હોંગકોંગમાં મરઘામાંથી તે એક વ્યક્તિમાં ફેલાયો હતો.

2003થી બર્ડ ફ્લુનો આ વાયરસ ચીન, યુરોપ, આફ્રિકા સહિત એશિયાના અનેક દેશોમાં ફેલાવાનો ચાલુ થઈ ગયો હતો. 2013માં ચીનની એક વ્યક્તિ બર્ડ ફ્લુથી સંક્રમિત નોંધાઈ હતી. જોકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કરેલા દાવા પ્રમાણે બર્ડ ફ્લુ સામાન્ય રીતે મનુષ્યને સંક્રમિત કે પ્રભાવિત નથી કરતો. હવે બર્ડ ફ્લુના H10N3 સ્ટ્રેનનો નવો કેસ સામે આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments