ફર્સ્ટ લુક : મહિન્દ્રા મોજો 300 બાઇકના BS6 મોડેલનો ફર્સ્ટ લુક રિલીઝ થયો, અંદાજિત કિંમત 2 લાખ રૂપિયા

0
11

દિલ્હી. મહિન્દ્રા મોજો 300 બાઇક નવા લુકમાં માર્કેટમાં એન્ટર થવા જઈ રહી છે. મહિન્દ્રા ટૂ-વ્હીલર્સે તાજેતરમાં જ આ બાઇકનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે. એપ્રિલમાં BS6 એમિશન નોર્મ્સ લાગુ થવાના કારણે Mojo 300 બંધ કરી દેવામાં આવી હતી. હવે તે BS6 કમ્પ્લાયન્ટ એન્જિન સાથે આવી રહી છે. ટીઝર ઇમેજથી અપડેટેડ બાઇકની કેટલીક ડિટેલ્સ પણ જાણવા મળી છે.

નવા કલર ઓપ્શન મળવાની શક્યતા
ટીઝર તસવીર જોઇને સ્પષ્ટ થઈ ગયું છે કે, અપડેટેડ Mojo 300ના એક્સ્ટેન્ડેડ ટ્રેન્ક શ્રાઉડ પર ‘BS6’ બેજ અને સાઇડ પેનલ પર ‘300 ABS’નું સ્ટિકર લગાવેલું હશે. બાઇકમાં કોઈ મોટા ફેરફાર થવાની અપેક્ષા નથી. જો કે, ફ્રેશ લુક આપવા માટે બાઇકમાં કેટલાક કોસ્મેટિક ફેરફાર કરવામાં આવ્યા હશે. આ સાથે બાઇકમાં નવા કલર ઓપ્શન મળવાની પણ શક્યતા છે.

એન્જિન ડિટેલ્સ
અપગ્રેડેડ મહિન્દ્રા મોજો સિંગલ એક્ઝોસ્ટ મફલર સાથે આવશે. જો કે, નવાં એમિશન નોર્મ્સ પૂરા કરવા માટે એક્ઝોસ્ટ સિસ્ટમ વધારે કેટલિટિક કન્વર્ટર સાથે આવશે. BS6 એન્જિનનાં સ્પેસિફિકેશન્સની જાણકારી નથી મળી. મોજોના BS4 મોડેલમાં 294.72cc, ફ્યુલ ઇન્જેક્ટેડ લિક્વિડ કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું હતું, જે 7,500rpm પર 26.29hp પાવર અને 5,500rpm પર 28Nm ટોર્ક જનરેટ કરતું હતું.

લુક જૂનાં મોડેલ જેવો જ રહેશે
BS6 મહિન્દ્રા મોજોની ટીઝર ઇમેજ જોઇને અનુમાન લગાવી શકાય કે, આ બાઇક અગાઉની જેમ ફ્રંટ કાઉલ સાથે ટ્વીન હેડલેમ્પ સેટઅપ, મસ્ક્યુલર ફ્યુલ ટેંક અને સ્ટેપ અપ સ્ટાઇલ સિંગલ સીટ સાથે આવશે. તેમાં એલોય વ્હીલ્સ અને બંને બાજુ ડિસ્ક બ્રેક મળશે.

કિંમત
BS6 મોજો 300ની કિંમત 2 લાખ રૂપિયાની આસપાસ રહેવાની શક્યતા છે. માર્કેટમાં તેની સીધી ટક્કર ડોમિનાર 400 બાઇક સાથે થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here