Wednesday, August 4, 2021
Google search engine
HomeSample Page

Sample Page Title

દિલ્હી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા દેશભરમાં ખાસ કરીને તેની SUV (સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ) માટે ફેમસ છે. હવે કંપનીએ તેના ગ્લોબલ પોર્ટફોલિયોમાં સામેલ તેની ફેમસ SUV મહિન્દ્રા Roxorના નવાં ફેસલિફ્ટ મોડેલનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે. તેની આ ટીઝર ઇમેજ પરથી સ્પષ્ટ દેખાય છે કે, કંપનીએ નવાં મોડેલમાં ઘણા ફેરફાર કર્યા છે.

કાર ફર્સ્ટ જનરેશન મહિન્દ્રા થાર પર બેઝ્ડ

મહિન્દ્રા Roxor સંપૂર્ણપણે ઓફ રોડર વ્હીકલ છે. આ SUV ખાસ કરીને મહિન્દ્રા ઓટોમોટિવ નોર્થ અમેરિકા દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ SUV સાઇડ બાય સાઇડ કેટેગરીમાં આવે છે અને તેને અમેરિકન માર્કેટમાં તૈયાર કરવામાં આવી છે. કંપનીએ જૂનાં મોડેલ કરતાં નવાં મોડેલના લુક અને ડિઝાઇનમાં ઘણા મોટા ફેરફાર કર્યા છે. આ કાર ફર્સ્ટ જનરેશન મહિન્દ્રા થાર પર બેઝ્ડ છે અને તેના મોટાભાગના પાર્ટ્સ તેમાંથી જ લેવામાં આવ્યા છે.

કાર વિવાદમાં સપડાઈ હતી

કંપનીએ મહિન્દ્રા Roxor વર્ષ 2018માં અમેરિકન માર્કેટમાં લોન્ચ કરી હતી. એ સમયથી જ આ SUVની ડિઝાઇનને લઇને વિવાદ ઊભો થયો હતો કારણ કે,તેની ડિઝાઇન Jeepના મોડેલ જેવી હતી. ત્યારબાદ ઓટો ઇન્ડસ્ટ્રીમાં એવી ચર્ચા ચાલી હતી કે કંપની હવે આ કારને નવી ડિઝાઇનમાં લાવશે. આ જ કારણોસર કંપનીએ Roxorના ફેસલિફ્ટ મોડેલને એકદમ નવા લુકમાં રજૂ કરી છે.

એન્જિન ડિટેલ્સ

કંપની નવી મહિન્દ્રા Roxorમાં 2.5 લિટરની કેપેસિટીનું ડીઝલ એન્જિન આપવામાં આવી શકે છે, જે અગાઉની જેમ જ 64hp પાવર જનરેટ કરે છે. આ ઉપરાંત, તેમાં 5 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સનો પણ ઓપ્શન આપવામાં આવી શકે છે. આ કાર ખાસ કરીને પહાડી વિસ્તારમાં ડ્રાઇવિંગ માટે સૌથી કમ્ફર્ટેબલ SUV ગણવામાં આવે છે.

લોન્ચિંગ ડિટેલ્સ

​​​​​​​આ એક રિક્રિએશનલ વ્હીકલ છે, જે મોટાભાગના દેશોમાં રોડ લીગલ માનવામાં નથી આવતી. આવી સ્થિતિમાં આ SUV ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ થાય એ શક્યતા નહીંવત છે. તેમજ, કંપની તરફથી પણ ભારતમાં લોન્ચિંગ વિશે કોઈ જાણકારી આપવામાં નથી આવી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments