સંજય દત્તના બર્થડે પર ફિલ્મ KGF -2નો વિલન અધીરા તરીકેનો ફર્સ્ટ લુક રિલીઝ, કહ્યું – અધીરા એવેન્જર્સના થાનોસ જેટલો પાવરફુલ

0
0

સંજય દત્તના 61મા બર્થડે પર તેની અપકમિંગ ફિલ્મ KGF -2નો વિલન અધીરા તરીકેનો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. અગાઉ સંજયના 60મા જન્મદિવસ પર મેકર્સે તેનો અધીરા તરીકેનો લુક રિલીઝ કર્યો હતો પરંતુ તેમાં તેનો આખો ફેસ દેખાતો ન હતો. કન્નડ સુપરસ્ટાર યશ સ્ટારર આ ફિલ્મ KGFનું બીજુ ચેપ્ટર KGF -2 છે. આ ફિલ્મથી સંજય દત્ત કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહ્યો છે.

પાવરફુલ કેરેક્ટર

ફિલ્મના કેરેક્ટર વિશે સંજય દત્તે અગાઉ કહ્યું હતું કે, KGF-2 માં અધીરાનું કેરેક્ટર ઘણું પાવરફુલ છે. જો તમે એવેન્જર્સ જોઈ હોય તો તમને ખબર હશે કે થાનોસ કેટલો પાવરફુલ હતો. અધીરા પણ થાનોસ જેટલો જ પાવરફુલ છે. ફિલ્મના પહેલા ચેપ્ટરમાં અધીરા ખાલી છેલ્લે જ આવ્યો હતો પરંતુ બીજા ચેપ્ટરમાં તેની સ્ટ્રોંગ હાજરી અને ગેટઅપ છે.

રોકી અને ગરુડાના કાકા અધીરા વચ્ચે મેજર ફાઇટ સીન્સ

ફિલ્મના લીડ હીરો યશ જે રોકીના રોલમાં છે તેણે અગાઉ જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં અમારા બંનેના ખાસ દિલધડક એક્શન સીન્સ હશે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. તેણે કહ્યું હતું કે, સ્ક્રિપ્ટ મુજબ તે મારી વિરુદ્ધ છે અને અમારા વચ્ચે મેજર ફાઇટ સિક્વન્સ હશે. અમે આ એક્શન સિક્વન્સને એકદમ ખાસ બનાવવા માટે કામ કરી રહ્યા છીએ.

1980ના ભારતમાં સેટ સ્ટોરી

ફિલ્મના પહેલા ભાગમાં કર્ણાટકની કોલાર ગોલ્ડ માઇન્સ પર આધિપત્ય જમાવવા માટે રોકી અને રામચંદ્ર રાજુના રોલ ગરુડા વચ્ચે લડાઈ થાય છે જેમાં અંતે રોકી ગરુડાને મારી નાખે છે. હવે ફિલ્મના બીજા ભાગમાં રોકી અને ગરુડાના કાકા અધીરા વચ્ચે ફાઇટ હશે. આ ફિલ્મ કન્નડ, તમિળ, તેલુગુ, મલયાલમ અને હિન્દીમાં રિલીઝ થશે.

રવીના ટંડનનું પણ આ ફિલ્મથી ડેબ્યુ

કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે સેન્ડલવૂડથી ઓળખાય છે, તેમાં રવીના KGF 2 ફિલ્મથી ડેબ્યુ કરી રહી છે. ફિલ્મમાં તે વડાંપ્રધાનનાં નેગેટિવ રોલમાં દેખાવાની છે. અત્યાર સુધી ભારતનાં એક જ મહિલા વડાંપ્રધાન રહ્યાં છે અને તે હતાં ઇન્દિરા ગાંધી. પરંતુ રવીનાએ ચોખવટ કરી હતી કે, ફિલ્મ KGF-2માં તે વડાપ્રધાનનો રોલ નિભાવી રહી છે પણ તેનો ઇન્દિરા ગાંધી સાથે કોઈ સંબંધ નથી. ફિલ્મમાં તે રમેકા સેનના નેગેટિવ પાત્રમાં જોવા મળશે.

https://www.instagram.com/p/B8cAOYanL72/?utm_source=ig_embed

KGF (કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ) ફ્રેન્ચાઇઝી

કન્નડ સ્ટાર યશ ફિલ્મમાં રોકીના રોલમાં છે જ્યારે ફિમેલ લીડ રોલમાં શ્રીનિધિ શેટ્ટી છે. ‘KGF-1’ પહેલી કન્નડ ફિલ્મ છે જેણે હોમ સ્ટેટ કર્ણાટકમાં 100 કરોડની કમાણીનો આંકડો પાર કર્યો હતો.

https://www.instagram.com/p/Bu75KzDHsST/?utm_source=ig_embed

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here