ધર્મશાળા : ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે પ્રથમ વનડે.

0
29

ર્ટ્સ ડેસ્ક. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 વનડે શ્રેણીની પહેલી મેચ ગુરુવારે ધર્મશાળામાં રમાશે. હવામાન વિભાગે 12 માર્ચથી ત્રણ દિવસ સુધી ધર્મશાલામાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે, જેની અસર મેચની ટિકિટના વેચાણ ઉપર જોવા મળી રહી છે. તે જ સમયે, દેશમાં વધતા કોરોનાવાયરસની અસર પણ મેચ પર દેખાઈ રહી છે. આ જ કારણ છે કે 22 હજાર ક્ષમતાવાળા સ્ટેડિયમની ટિકિટમાંથી માત્ર 40% ટિકિટ વેચાઇ છે. ભારતમાં કોરોનાવાયરસ ના અત્યાર સુધીમાં 69 કેસ નોંધાયા છે. સૌથી વધુ 18 કેસ રાજસ્થાનના જયપુરથી આવ્યા છે. જો કે હિમાચલ પ્રદેશમાં એક પણ દર્દી મળી આવ્યો નથી.

સંભવત: આ પહેલી મેચ હશે, જેમાં બંને ટીમના ખેલાડીઓ હાથ મિલાવવાના બદલે મુઠ્ઠી ટકરાવશે. આ ઉપરાંત ખેલાડીઓને બૉલ ચમકાવવા થૂંકનો ઉપયોગ કરવાથી પણ બચશે. તેનાથી બૉલને સ્વિંગ અને સ્પિન કરાવવામાં મદદ મળે છે. મેચ પહેલા ઝડપી બૉલર ભુવનેશ્વર કુમારે કહ્યું કે, હાઈજિનનું ધ્યાન રાખીને બૉલ ચમકાવવા થૂંકનો ઉપયોગ કરવાથી અમે બચીશું. જ્યારે દ. આફ્રિકાના કેપ્ટન ડીકોક નિશ્ચિંત છે. તેઓ કહે છે કે, અમે પહેલેથી જ કોરોનાવાઈરસની તપાસ કરાવી લીધી છે. ડૉક્ટરોની ટીમ પણ સાથે છે. અમને ચિંતા નથી. આ ઉપરાંત બીસીસીઆઈની ટીમના ખેલાડીઓ અને દર્શકો માટે ગાઈડલાઈન જારી કરાઈ છે. તે પ્રમાણે ખેલાડીઓને ઓછામાં ઓછા 20 સેકન્ડ હાથ ધોવાનો નિર્દેશ કરાયો છે. છીંક અને કફ થયો હોય તો ચહેરો ઢાંકવાની સલાહ અપાઈ છે. રેસ્ટોરન્ટનું ભોજન ખાવાની પણ મનાઈ કરાઈ છે. ચાહકો સાથે હાથ મિલાવવાની અને તેમની સાથે સેલ્ફી લેતી વખતે સુરક્ષિત અંતર રાખવાના પણ નિર્દેશ અપાયા છે.

પિચ અને વેધર રિપોર્ટ: ધર્મશાળામાં ગુરુવારે 7 થી 11 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. આકાશ વાદળછાયું રહેશે. વરસાદની સંભાવના છે. પિચ બેટ્સમેનને મદદ કરશે. ટોસ જીતી ટીમ પહેલા બોલિંગ કરવા માંગશે.
T -20 કુલ: 4
પ્રથમ બેટિંગ કરનારી ટીમે જીત મેળવી: 1
પ્રથમ બોલિંગ ટીમ જીતી: 3
પ્રથમ ઇનિંગ્સમાં સરેરાશ સ્કોર: 214
બીજી ઇનિંગમાં સરેરાશ સ્કોર: 201

દ. આફ્રિકા સામે ઘરઆંગણે ભારતનો 53% સક્સેસ રેટ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં 84 વનડે મેચ રમાઈ છે. આમાં ભારતે 35 અને મહેમાન ટીમે 46 જીત મેળવી છે, જ્યારે 3 મેચ ટાઈ થઈ છે. આ હિસાબે, દક્ષિણ આફ્રિકા સામે ભારતનો સક્સેસ રેટ 42% છે. આ બંને ટીમો ભારતમાં 51 વખત રમી ચૂકી છે. આમાં ભારતે 27 મેચ જીતી હતી, જ્યારે 21માં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ઘરઆંગણે ભારતનો સક્સેસ રેટ 53% છે.

ભારત: વિરાટ કોહલી, શિખર ધવન, મનીષ પાંડે, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, પૃથ્વી શો, શુબમન ગિલ, ઋષભ પંત, જસપ્રીત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, નવદીપ સૈની, ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યા.

સાઉથ આફ્રિકા: ક્વિન્ટન ડી કોક, ટેમ્બા બાવુમા, ફાફ ડુ પ્લેસિસ, બેઉરન હેન્ડ્રિક્સ, હેનરિક ક્લાસેન, જ્યોર્જ લિંડે, કેશવ મહારાજ, જાનેમન મલાન, ડેવિડ મિલર, લુંગી ગિડી, એનરિક, એંડિલ ફેલુકવાયો, લ્યુથો સિપામલા, જેજે સ્મટ્સ, રસી વેન ડર ડુસેન અને કાઇલી વેરેન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here