Saturday, August 20, 2022
Home2 રાજ્યોમાં પ્રથમ તબક્કાનું મતદાન : શરૂઆતના 2 કલાકમાં બંગાળમાં 7.72%, આસામમાં...
Array

2 રાજ્યોમાં પ્રથમ તબક્કાનું મતદાન : શરૂઆતના 2 કલાકમાં બંગાળમાં 7.72%, આસામમાં 8.84% મતદાન

- Advertisement -

પશ્ચિમ બંગાળ અને આસામની 77 બેઠકો પર આજે સવારે 7 વાગ્યાથી પહેલા તબક્કાના મતદાન ચાલી રહ્યું છે. જેમાં બંગાળની 30 બેઠકો અને આસામની 47 બેઠકો સામેલ છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ સવારે 9 વાગ્યાસુધી એટલે કે શરૂઆતના બે કલાકમાં બંગાળમાં 7.72% અને આસામમાં 8.84% મતદાન થયું છે.

આ દરમિયાન ભાજપના નેતા અને શુભેંદુ અધિકારીઓના ભાઈ સોમેન્દુ અધિકારીએ આરોપ લગાવ્યો છે કે TMCએ મતદારોને પ્રભાવિત કરવા માટે બૂથ નંબર 149 પર અલાઉદ્દીન નામના આતંકવાદીને લગાવ્યો છે.આ અંગે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે.

વિધાનસભાની ચૂંટણીના આજે પ્રથમ તબક્કામાં પશ્ચિમ બંગાળ અને આસામની કુલ 77 બેઠકો પર 7 વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે. જેમાં બંગાળની 30 બેઠકો અને આસામની 47 બેઠકો સામેલ છે.બંગાળમાં 30 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે તેમાંથી 26 બેઠકો ગત વખતે 2016ની વિધાનસભાની ચૂંટણીમાં ટીએમસીના ખાતામાં ગઈ હતી. આ પહેલા અહીં મતદાનનો તબક્કો શરૂ થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને રાજ્યોના મતદારો, ખાસ કરીને યુવાનોને સોશિયલ મીડિયા દ્વારા અપીલ કરી છે કે તેઓ વધુમાં વધુ સંખ્યામાં મત આપવા પહોંચે.

મિદનાપુરમાં 2 સ્થળે હિંસાના સમાચાર

બંગાળના પૂર્વ મિદનાપુરના પોતાશપુરથી મતદાનની શરૂઆતમાં હિંસા થઈ હોવાના સમાચાર મળ્યા. કેટલાક લોકોએ અહીં પોલીસ પર હુમલો કર્યો હતો, જેમાં એક સબ ઇન્સપેક્ટર ઘાયલ થયા હતા. આ કેસમાં 4 લોકોનીધરપકડ કરવામાં આવી છે. પશ્ચિમ મિદનાપુરના સાલબોનીમાં માકપાના ઉમેદવાર સુશાંત ઘોષ પર હુમલો થયાના સમાચાર છે. ટીએમસીના કાર્યકરો પર આ હુમલાનો આરોપ લાગ્યો છે. મિદનાપુરની જે 13 બેઠકો પર મતદાન છે, તે બેઠકો પર ટીએમસીમાંથી ભાજપમાં આવેલા શુભેન્દુ અધિકારીનો દબદબો માનવામાં આવે છે.તો આ તરફ આસામમાં પ્રથમ તબક્કામાં મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ મેદાનમાં છે.

બંને રાજ્યોની આ બેઠકો પર કુલ 455 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. બંને રાજયોના મળીને આજે 1.54 કરોડ મતદારો આ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. બંગાળમાં છેલ્લા કેટલાક દિવસોમાં હિંસાની ઘટનાઓ બાદ ચૂંટણી પંચ પણ કડક હોવાનું જોવા મળી રહ્યું છે. બંને રાજ્યોમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બંગાળમાં સેન્ટ્રલ પોલીસ ફોર્સની 730 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. એક કંપનીમાં 100 પોલીસકર્મીઓ છે. એટલે કે, બંગાળમાં પ્રથમ તબક્કા દરમિયાન સુરક્ષાની કમાન 73,000 પોલીસકર્મીઓના હાથમાં છે.

બંગાળમાં 21 મહિલાઓ ચૂંટણી મેદાનમાં

બંગાળની 294 બેઠકોમાંથી 30 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. આ બેઠકો પર 191 ઉમેદવારો મેદાનમાં છે. તેમાં 21 મહિલાઓ છે. બંગાળમાં પ્રથમ તબક્કામાં 73,80,942 મતદારો મતદાન કરશે. તેમાં 37,52,938 પુરુષો છે અને 36,27,949 મહિલાઓ છે. મતદારોમાં 55 થર્ડ જેન્ડરનો પણ સમાવેશ થાય છે. આ તબક્કામાં, 1,23,393 એવા લોકો મતદાન કરશે, જેમની ઉંમર 80 થી 90 ની વચ્ચે છે. ચૂંટણીમાં 40,408 દિવ્યાંગો પણ મતદાન કરશે.

પ્રથમ તબક્કામાં આસામના CM પણ ચૂંટણી લડી રહ્યા છે

પ્રથમ તબક્કાની આસામમાં 126 બેઠકોમાંથી 47 બેઠકો પર મતદાન છે. આ બેઠકો પર 264 ઉમેદવારો મેદાનમાં છે. પ્રથમ તબક્કામાં મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ મજુલીથી ચૂંટણી લડી રહ્યા છે. તેમનો મુકાબલો કોંગ્રેસના પૂર્વ મંત્રી રાજીવ લોચન પેગુ સાથે છે. આ તબક્કામાં સ્પીકર હિતેન્દ્રનાથ ગોસ્વામી જોરહાટ વિધાનસભા મત વિસ્તારમાંથી મેદાનમાં છે. તેમનો મુકાબલો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાણા ગોસ્વામીની સામે છે.

કોંગ્રેસ અધ્યક્ષ રિપુન બોરા પણ નજીરા અને ગોહપુરથી ચૂંટણી લડી રહ્યા છે. બીજી એક હાઇપ્રોફાઇલ બેઠક ટિટાબોર છે. જેના પર ભાજપના સિટીંગ ધારાસભ્ય હેમંત કલિતા અને કોંગ્રેસના ભાસ્કર જ્યોતિ બરુઆનો મુકાબલો છે. પૂર્વ મુખ્યપ્રધાન તરુણ ગોગોઇ આ બેઠક ચાર વખત જીત્યા છે. આસામમાં ભાજપ અને કોંગ્રેસના ગઠબંધન ઉપરાંત આસામ જાતીય પરિષદ પણ મેદાનમાં છે.

પશ્ચિમ બંગાળ: પ્રથમ તબક્કામાં આ 30 બેઠકો પર મતદાન

1-પતાશપુર

2-કાંથી ઉત્તર

3-ભાગાબાનપુર

4-ખેજુરી (એસસી)

5-કાંથી દક્ષિણ

6-રામનગર

7-ઇગ્રા

8-દંતન

9-નયાગ્રામ (એસટી)

10-ગોપીબલ્લભપુર

11-ઝારગ્રામ

12-કેશિયારી (એસટી)

13-ખડગપુર

14-ગારબેટા

15-સાલબોની

16-મેદિનીપુર

17-બિનુપર (એસટી)

18-બંદવાન (એસટી)

19-બલરામપુર

20-બાધમુંડી

21-જોયપુર

22-પુરૂલિયા

23-માનબજાર (એસટી)

24-કાશીપુર

25-પારા (એસસી)

26-રઘુનાથપુર (એસસી)

27-સાલતોડા (એસસી)

28-છાટના

29-રાનીબંધ (એસટી)

30-રાયપુર (એસટી)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular