ફર્સ્ટ લુક : વિદ્યા બાલનની પહેલી શોર્ટ ફિલ્મ ‘નટખટ’નું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ, વિદ્યાએ પ્રોડ્યુસર તરીકે ડેબ્યુ કર્યું

0
3

એક્ટ્રેસ વિધા બાલને તેની પહેલી શોર્ટ ફિલ્મ ‘નટખટ’નો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે. આ ફિલ્મથી વિદ્યા પ્રોડ્યુસર તરીકે ડેબ્યુ કરી રહી છે. આ શોર્ટ ફિલ્મને વિદ્યાએ રોની સ્ક્રૂવાલા સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મના ડિરેક્ટર શાન વ્યાસ છે. ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કરતા વિદ્યા બાલને લખ્યું કે,એક કહાની સાંભળશો? એક્ટર અને પ્રોડ્યુસર તરીકેની મારી પહેલી શોર્ટ ફિલ્મનો ફર્સ્ટ લુક આ રહ્યો.

આ શોર્ટ ફિલ્મનું અનાઉન્સમેન્ટ વિદ્યાએ 2019માં જુલાઈ મહિનામાં કર્યું હતું. ત્યારે તેણે ક્લેપબોર્ડનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને લખ્યું હતું કે, હું ખુશ અને ઉત્સાહિત છું શેર કરવા માટે કે મેં થોડા દિવસ પહેલાં મેં મારી પહેલી શોર્ટ ફિલ્મ એક્ટર તરીકે કરી જેનું નામ છે નટખટ અને તેને મને એક નવો રોલ પણ આપ્યો છે જે છે પ્રોડ્યુસરનો. પ્રોડ્યુસર બનાવના મારા કોઈ પ્લાન ન હતા પણ આ સ્ટોરીએ મને આ તરફ ધકેલી. ડિરેક્ટર અને તેની ટીમ સાથે કામ કરવાનો અનુભવ અને રોની સ્ક્રૂવાલા સાથે પાર્ટનર બનાવનો અનુભવ અદભુત રહ્યો.

https://www.instagram.com/p/B0Prsiynp1z/?utm_source=ig_embed

આ શોર્ટ ફિલ્મ સામાજિક મુદ્દાઓ પર છે અને ફિલ્મને લઈને અગાઉ વિધાએ કહ્યું હતું કે, આ એક સુંદર અને પાવરફુલ સ્ટોરી છે જેનાથી હું એટલી બધી ઈમ્પ્રેસ થઇ કે મેં તેમાં એક્ટિંગ કરવાની સાથે તેને બનાવવાનો પણ નિર્ણય લીધો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here