ખોડલધામ : પહેલા નોરતે લોકોએ મા ખોડલ સામે શીશ ઝુકાવી આશીર્વાદ લીધા, ધજા ચડાવવામાં 100 લોકોની છૂટ : અન્નપૂર્ણાલયને લોકો માટે ખુલ્લુ મૂકાયું

0
2

કોરોના મહામારીએ તમામ તહેવારોના રંગરૂપ બદલી નાખ્યાં છે. જેમાં મા શક્તિને નવ દિવસ આરાધવાનો નવરાત્રિ પર્વ પણ આવી ગયો. ખોડલધામ મંદિરમાં આ વર્ષે પદયાત્રા અને રાસોત્સવ રદ્દ રાખવામાં આવ્યા છે. જ્યારે સોશિયલ ડિસ્ટન્સ જાળવી 100 ભાવિકો સાથે ધજા ચડાવવાની છૂટ આપવામાં આવી છે. સાથે જ અન્નપૂર્ણાલય લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આજે નવરાત્રિના પ્રથમ નોરતે લોકોએ મા ખોડલ સમક્ષ શિશ ઝુકાવી આશીર્વાદ લીધા હતાં. ખોડલધામ મંદિરમાં નવરાત્રિના નવે નવ દિવસ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

ખોડલધામ મંદિરમાં નવરાત્રિના નવે નવ દિવસ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે
(ખોડલધામ મંદિરમાં નવરાત્રિના નવે નવ દિવસ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે)

 

સોશિયલ મીડિયા પર લાઈવ આરતીનું આયોજન કરવામાં આવ્યું

ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ દરમિયાન કોરોના સંક્રમણ વધે નહીં તે માટે મંદિરમાં રાસોત્સવ અને પદયાત્રા સહિતના કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યાં છે. પરંતુ લાખો ભાવિકો ઘરે બેઠા મા ખોડલના દર્શન કરી શકે તે માટે ટ્રસ્ટ દ્વારા ખાસ આયોજનના ભાગરૂપે સોશિયલ મીડિયા પર લાઈવ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 6-30 કલાકે મા ખોડલની લાઈવ આરતી કરવામાં આવશે. ભાવિકો શ્રી ખોડલધામના ઓફિશિયલ ફેસબૂક પેજ, યુટ્યુબ ચેનલ અને વેબસાઇટ પર આરતીના લાઈવ દર્શન કરી શકશે.

સાંજે 6-30 કલાકે મા ખોડલની લાઈવ આરતી કરવામાં આવશે
(સાંજે 6-30 કલાકે મા ખોડલની લાઈવ આરતી કરવામાં આવશે)

 

ભાવિકોએ તમામ નિયોમોનું પાલન કરવું ફરજિયાત

ખોડલધામના કેમ્પસ ઇન્ચાર્જ નિલેશભાઈ માથુકિયાએ જણાવ્યું હતું કે સરકારની નવી ગાઈડલાઈન મુજબ ધ્વાજારોહણ કાર્યક્રમમાં હવે 100 ભાવિકો ઉપસ્થિત રહી શકશે. તેમજ મંદિરનું પરિસર અને અન્નપૂર્ણાલયને પણ ભાવિકો માટે ખુલ્લું મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ભાવિકોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન, માસ્ક પહેરવાનું તેમજ હાથ ધોઈને જ મંદિરમાં પ્રવેશવાના સરકારના નિયમોનું પાલન કરવાનું રહેશે.