સુરત : મત્સ્ય ઉદ્યોગના વેપારીની 5 મિનિટમાં જ મોપેડ ચોરાઈ,

0
9

શહેરના મહિધરપુરા ભવાની મંદિર ધોબી શેરીના નાકે એક આંગડિયા પેઢીમાં પૈસા ભરી પરત ફરનાર મત્સ્ય ઉદ્યોગના વેપારીની 5 મિનિટમાં જ મોપેડ ચોરાઈ જતા ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે, મોપેડ ચોર CCTVમાં કેદ થઈ જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. મોપેડ પાર્ક કર્યા બાદ તેને દોરીને લઈ જતા બે ઇસમોની મોડસ ઓપરેન્ડીને લઈ પોલીસ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગઈ છે.

આંગડિયામાં પૈસા ભર્યા ત્યા મોપેડ ગાયબ થઈ ગયું

રોકી સીંગોડાવાળાએ જણાવ્યું હતું કે નાનપુરામાં રહું છું અને મત્સ્ય ઉદ્યોગના વ્યવસાય સાથે સંકળાયેલો છું. ગુરુવારની બપોરે વેપારીને પૈસા મોકલવાના હોવાથી તેઓ મહિધરપુરાની એક આંગડિયા પેઢીમાં પૈસા ભરવા ગયા હતા. આંગડિયા પેઢી બહાર પાર્કિંગમાં વર્ષ 2016ના પાર્સિંગવાળુ મોપેડ પાર્ક કરી પૈસા ભરી 5 મિનિટમાં જ બહાર આવીને જોયું તો મોપેડ ગાયબ થઈ ગયું હતું.

આંગડીયા પેઢીના CCTVમાં તસ્કરો કેદ

વધુમાં જણાવ્યું હતું કે, અચાનક મોપેડ ગુમ થઈ જવાને લઈ મગજમાં અનેક વિચાર આવ્યા હતા. ક્રેઇનવાળા ઉપાડી ગયા કે શું એને લઈ તમામ લોકોને પૂછ્યું પણ કોઈએ યોગ્ય જવાબ ન આપતા આપતા આખરે આંગડિયા પેઢીના CCTV ચેક કરતા બે અજાણ્યા ઈસમો મોપેડને ધક્કો મારીને બહાર રોડ ઉપર લઈ જતા દેખાય આવ્યા હતા. જેને લઈ મહિધરપુરા પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી છે અને CCTV સહિતના તમામ પુરાવા આપ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here