નવસારી : નિસર્ગ વાવાઝોડાના પગલે માછીમારોને દરિયામાં જવાની મનાઈ,1800 બોટ કિનારે બાંધી દેવાઈ

0
0

નવસારી. દરિયામાં આકાર પામેલા ‘નિસર્ગ’ વાવાઝોડું દક્ષિણ ગુજરાતના તટે ટકરાવાની શક્યતાના પગલે વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. નવસારી બંદર પર માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. જેથી દરિયા કિનારે લગભગ 1800 બોટ બાંધી દેવામાં આવી છે. તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું છે. માછીમાર સમાજના અગ્રણી નેતા જયંતિભાઈ કેવટએ જણાવ્યું હતું કે, માછીમારોએ ત્રણ દિવસથી માછીમારી બંધ કરી છે. દક્ષિણ ગુજરાતમાં મોટુ બંદર ન હોવાથી મચ્છવારોને સૌરાષ્ટ્ર અને મુંબઈના બંદર પર જવું પડે છે. ધોલાઈ બંદરનો વિકાસ થાય તો આગામી દિવસોમાં સાગરખેડૂની સ્થિતિમાં પણ બદલાવ આવી શકે છે.

વાવાઝોડું 3 જૂનની સાંજે અથવા રાત્રે અથડાઈ શકે

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી બે દિવસમાં તે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. તે કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તટ વિસ્તારમાં સોમવારે અથવા મંગળવારે 100 કિમી પ્રતિ કલાકની ઝડપથી અથડાઈ શકે છે. હાલ વાવાઝોડું ગોવાથી 4 કિમી દક્ષિણ પશ્ચિમ, મુંબઈથી 700 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ અને ગુજરાતના સુરતથી 930 કિમી દક્ષિણ પશ્ચિમના અંતરે છે. ચક્રવાતી વાવાઝોડુંમાં ફેરવાયા પછી 2 જૂનની સવારે તે ઉત્તર બાજુ વધવાની શક્યતા છે. વાવાઝોડું હરિ હરેશ્વર અને દમણની વચ્ચે ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તટથી 3 જૂનની સાંજે અથવા રાત્રે અથડાઈ શકે છે.

માછીમારોની સુવિધામાં વધારો થવો જોઈએ

નવસારીના સાગર ખેડૂત જયંતીભાઈ કેવટએ જણાવ્યું હતું કે, 1 જૂનથી 31 જુલાઈ સુધી દરિયામાં માછીમારી કરવા પર પ્રતિબંધ હોય છે. આ સમય ગાળા દરમિયાન માછલીઓ પ્રજન્ન કરતી હોવાથી માછીમારો માછલી પકડવા જાય તો તંત્ર તેને પકડીને દંડ પણ કરે છે. આ સમય ગાળા દરમિયાન વાવાઝોડું આવવાનું હોવાથી માછીમારોની લગભગ 1800 બોટ કિનારે બાંધીને સાગર ખેડૂતભાઈઓ બેકાર બની ગયા છે. એક બોટ પર 10 જણા લેખે 18000 પરિવારની એકમાત્ર રોજગારી મચ્છી પકડવાના વ્યવસાય સાથે જોડાયેલી છે. દક્ષિણ ગુજરાતમાં મોટં બંદર નથી જેથી માછીમોરીની સુવિધા તો જ વધે જો ધોલાઈ બંદરને વિકસાવવામાં આવે.

જૂનથી જુલાઈ માછીમારોની શક્તિનો ઉપયોગ થવો જોઈએ

જયંતીભાઈએ કહ્યું કે, હાલના વાવાઝોડાને લઈ નાની બોટના માછીમારો છેલ્લા 3 દિવસથી દરિયામાં જવાનું ટાળી રહ્યા છે. નવસારીના તમામ માછીમારો મુંબઈ અને સૌરાષ્ટ્રના બંદર પર માછીમારી કરવા જતાં હતાં. જ્યાંથી પણ તેમને હાલ તગેડી રહ્યા હોય એવો માહોલ બન્યો છે જ્યારે બીજી બાજુ ધોલાઈ બદર પર કોઈ સુવિધા ન હોવાથી નવસારીના માછીમારો માટે આગામી દિવસોમાં આ રોજગારી ખૂબ જ સમસ્યારૂપી બની શકે એવુ લાગી રહ્યું છે.જૂનથી જુલાઈ માછીમારી પર પ્રતિબંધ હોવાથી આ સમયગાળા દરમિયાન માછીમારો બેકાર બનતાં હોય છે. જેથી તેમની શક્તિનો ઉપયોગ થાય તે રીતે ધોલાઈ બંદરનો વિકાસ થાય તે જરૂરી છે. હાલ 40થી 50 કરોડનું ધોલાઈથી ટર્નઓવર થાય છે પરંતુ યોગ્ય વિકાસ થાય તો 500 કરોડના ટર્ન ઓવરની ક્ષમતા ધોલાઈ બંદરે વિકસીત થઈ શકે તેમ છે અને કોલ્ડ સ્ટોરેજ સહિતની સુવિધાઓ ઉભી થાય તો માછીમારોને ખૂબ ફાયદો થઈ શકે તેમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here