ફિટનેસ : ’83’માં ક્રિકેટર બનેલા રણવીર સિંહનું એથ્લીટ બૉડી માટે ખાસ ડાયટ

0
24

મુંબઈઃ બોલિવૂડ એક્ટર રણવીર સિંહ હાલમાં ફિલ્મ ’83’ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં રણવીર સિંહ ક્રિકેટર કપિલ દેવના રોલમાં છે. ક્રિકેટર તરીકે પોતાને ફિટ રાખવું જરૂરી છે. આ ઉપરાંત ક્રિકેટર જેવી બૉડી લેંગ્વેજ શીખવી પણ જરૂરી છે. એથ્લીટ જેવી બૉડી માટે રણવીર ખાસ ડાયટ લઈ રહ્યો છે.

રણવીર માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું

1. રણવીરના ટેસ્ટ પ્રમાણે ડાયટ

રણવીરને ભારતીય ભોજન ઘણું જ પસંદ છે. પીઓડી (પર્સનલ ઓપ્ટિમાઈસ ડાયટ)ના કો-ફાઉન્ડર અનમોલ સિંઘલે કહ્યું હતું કે તેઓ રણવીરના ટેસ્ટ પ્રમાણે ડાયટ પ્લાન કરે છે. રણવીરના ભોજનમાં અનેક વેરાયટી રાખવામાં આવી છે, જેથી તેને એકનો એક ભોજનનો કંટાળો આવે નહીં. છેલ્લાં ઘણાં મહિનાથી રણવીર પ્રોટીન ડાયટ પર છે. તેનું મનપસંદ ભોજન ક્રિસ્પ બેક્ડ ઓમલેટ, ઓટ્સ, ફ્રેશ બેરી તથા જલપૈનો છે. કાર્બ્સથી રણવીરને એનર્જી મળે છે, જ્યારે પ્રોટીનથી મસલ્સ બને છે.

2. મીઠાઈ ખાવાનો શોખીન

રણવીરને મીઠાઈ ઘણી જ પસંદ છે. તેની આ પસંદને ધ્યાનમાં રાખીને ન્યૂટીલામાંથી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવી છે. જેમાં ઍવકાડો તથા 90 ટકા ડાર્ક ચોકલેટનો ઉપયોગ કરવામાં આવે છે.

3. રણવીર માટે આ ફિલ્મ ખાસ

રણવીર માટે આ ફિલ્મ ખાસ છે. રણવીરે કહ્યું હતું કે ક્રિકેટ આપણાં દેશમાં ધર્મની જેમ છે. આ ફિલ્મ કરતાં સમયે તેને લાગે છે કે તે કોઈ ભક્તિયાત્રા પર નીકળ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ છે. ફિલ્મમાં તે કપિલ દેવની પત્ની રોમી ભાટિયાના રોલમાં છે.