ગાંધીધામ : ટ્રાન્સપોર્ટર પિતા-પુત્ર પર પાંચનો હુમલો, ઓફિસમાં તોડફોડ કરાઇ

0
0

ગાંધીધામ : ગાંધીધામ ના ટાગોર પાર્ક સામે ટીબીઝેડ બિલ્ડીંગ ઉપરના માળે આવેલી ટ્રાન્સપોર્ટની ઓફિસમાં પાંચ શખસોએ સશસ્ત્ર આવી ઓફિસમાં તોડ ફોડ કરી ઓફિસમાં બેઠેલા ટ્રાન્સપોર્ટર પિતા અને સીએ પુત્ર ઉપર હુમલો કર્યો હોવાની ઘટનામાં સંકુલના વેપારીઓમાં રોષ વ્યાપ્યો હતો.

આ બાબતે આદિપુર રહેતા અને ટાગોર પાર્ક સામે આવેલા સન સાઇન આર્કેડના બીજા માળે ટીબીઝેડ શોરૂમ ઉપર આવેલા સુમિત ટ્રરાન્સ એન્ડ લોજિસ્ટિક અને ગંગોત્રરી ફ્રેઇટ કેરિયરના ઓનર 28 વર્ષીય સીએ સુમિતસિંગ રામરતનસીંગ શર્માએ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, બનાવ સવારે 10.30 વાગ્યાના આરસામાં બન્યો હતો જેમાં ફરિયાદી સુમિત અને તેના પિતા રામરતનસીંગ શર્મા ઓફિસમાં હતા તે દરમિયાન સત્યરાજસિંહ, વીરભદ્રસિંહ, શક્તિસિંહ અને તેમની સાથે આવેલા અન્ય બે અજાણ્યા શખસો દ્વારા ઓફિસમાં પ્રવેશી હોકી, લોખંડના પાઇપ અને સળિયા વડે ફરિયાદી સુમિતને હાથ,પગ અને કમરના ભાગે ઇજા પહોંચાડી હતી, તો તેમના પિતા રામરતનસીંગને પણ હાથ અને પગમાં ઇજા પહોંચાડી હતી. આ હુમલો તેમના ટ્રાન્સપોર્ટના ધંધામાં મનદુખ રાખી કર્યો હોવાનું ફરીયાદીએ જણાવ્યું હતું. આ બનાવના પગલે વેપારીઓમાં રોષ ફેલાયો હતો. પોલીસે રાયોટિંગ સહિતની કલમો હેઠળ પાંચે વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ આદરી છે.

ટ્રાન્સપોર્ટ એસો. અને સીએ એસો. દ્વારા કડક કાર્યવાહીની માંગણી કરાઇ
સીએ પુત્ર અને ટ્રાન્સપોર્ટર પિતા ઉપર થયેલા હુમલાના બનાવ બાદ ટ્રાન્સપોર્ટ એસોશિયેસન અને સીએ એસોશિયેસન પુર્વ કચ્છ એસપી કચેરીએ ધસી ગયા હતા અને આ બનાવને વખોડી આરોપીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા અપીલ કરી હતી, ટ્રાન્સપોર્ટ એસોશિયેસનના અજિતભાઇ દલજિતભાઇએ કડક નિંદા સાથે આ બનાવને વખોડી ધંધામાં દાદાગીરી કરનાર આરોપીઓ સામે જો કડક કાર્યવાહી નહીં કરાય તો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી પણ આપી હતી.

બે દિવસ પહેલાં ધમકી અપાઇ હતી
આ હુમલાનો બનાવ બન્યો તે પહેલાં રામરતનસીંગ શર્માને વીરભદ્રસિંહ જાડેજાએ ફોન ઉપર જેટી નંબર-5 ઉપર જે જહાજ છે તેમાં તમારા વાહન ન લાગવા જોઇએ એ ધંધામાં વચ્ચે ન પડતા તેવું જણાવી ધમકી અપાઇ હોવાનું ફરિયાદી ટ્રાન્સપોર્ટર રામરતનસીંગ શર્માએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here