મોટેરા પિચ : મેચના પાંચ દિવસ પહેલાં પિચ ઘાસથી એકદમ કવર : આગામી દિવસોમાં ઘાસ કાઢવામાં આવશે.

0
8

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 4 ટેસ્ટ શ્રેણીની ત્રીજી અને ચોથી ટેસ્ટ અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ ખાતે રમાશે. વર્લ્ડના સૌથી મોટા સ્ટેડિયમ ખાતે પહેલીવાર ક્રિકેટ મેચ જોવા દર્શકોમાં ભારે ઉત્સાહ છે. ગઈકાલે અમદાવાદમાં આગમન પછી આજે ઇંગ્લિશની ટીમ ગ્રાઉન્ડ ખાતે પ્રેક્ટિસ કરવા ગઈ હતી. પિચ પર પણ કામ શરૂ થઈ ગયું છે. રોલર ફેરવાઈ રહ્યો છે. અત્યારે બહુ ઘાસ છે, જે આગામી દિવસોમાં કાઢી નાખવામાં આવશે. વીડિયોમાં દેખાઈ છે તેટલું ઘાસ મેચના દિવસે હશે નહીં. ઇંગ્લેન્ડની ટીમ પ્રેક્ટિસ કરી રહી હતી, ત્યારે સ્ટેડિયમમાં બેકગ્રાઉન્ડમાં વંદે માતરમ ગીત વાગી રહ્યું હતું.

https://twitter.com/StuartBroad8/status/1362711600742862849?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1362711600742862849%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.divyabhaskar.co.in%2Fsports%2Fcricket%2Fnews%2Fa-bare-cover-from-the-pitch-grass-five-days-before-the-match-the-grass-will-be-removed-in-the-coming-days-motera-resounded-with-vande-mataram-128245671.html

અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ ખાતે પ્રથમવાર ક્રિકેટ મેચ રમાઈ એની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ હોવા ઉપરાંત મોટેરાની અન્ય એક ખાસ વાત છે, મોટેરા વર્લ્ડનું પહેલું ક્રિકેટ સ્ટેડિયમ છે, જ્યાં 11 મલ્ટીપલ પિચ છે.

મોટેરામાં મલ્ટીપલ પિચ

મોટેરા દુનિયાનું પ્રથમ સ્ટેડિયમ છે, જ્યાં 11 મલ્ટીપલ પિચ છે. 6માં રેડ સોઇલ અને 5માં બ્લેક સોઇલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમ તો 13 પિચ થઈ શકે એમ છે, પરંતુ બોલર રનરઅપ અને અન્ય સ્પેસ માટે આંકડો 11 સુધી સીમિત રાખવામાં આવ્યો છે. મોટેરામાં મેન ગ્રાઉન્ડ ઉપરાંત જે અન્ય બે પ્રેક્ટિસ ગ્રાઉન્ડ છે, ત્યાં પણ 9-9 મલ્ટીપલ પિચ છે. એમાં 5 રેડ સોઇલ અને 4 બ્લેક સોઇલથી બનાવવામાં આવી છે. બ્લેક અને રેડ બંને સોઈલનું આવું પ્રેઝન્સ વર્લ્ડના અન્ય કોઈપણ સ્ટેડિયમમાં આવી વેરાઇટી જોવા નહીં મળે.

https://twitter.com/englandcricket/status/1362696187451686912?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1362696187451686912%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.divyabhaskar.co.in%2Fsports%2Fcricket%2Fnews%2Fa-bare-cover-from-the-pitch-grass-five-days-before-the-match-the-grass-will-be-removed-in-the-coming-days-motera-resounded-with-vande-mataram-128245671.html

MCG ખાતે 10 પિચ હતી, હવે 7 જ રહી ગઈ

એક સમયે સૌથી વધુ મલ્ટીપલ પિચનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG)ના નામે હતો. ત્યાં 10 મલ્ટીપલ પિચ હતી, જોકે હવે 7 જ રહી ગઈ છે. મિડલ પિચ પર વધુ ક્રેક પડે અને પિચ વધારે સરળતાથી ટેલર-મેડ કરી શકાય એ માટે આ આંકડો 10થી 7 કરી દેવામાં આવ્યો હતો.

એક સમયે સૌથી વધુ મલ્ટીપલ પિચનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG)ના નામે હતો. ત્યાં 10 મલ્ટીપલ પિચ હતી, જોકે હવે 7 જ રહી ગઈ છે
એક સમયે સૌથી વધુ મલ્ટીપલ પિચનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG)ના નામે હતો. ત્યાં 10 મલ્ટીપલ પિચ હતી, જોકે હવે 7 જ રહી ગઈ છે.

 

રેડ સોઈલથી કેવી પિચ બને છે?

રેડ સોઈલ પિચ પર ઘાસને પરત ફરવાની તક આપે છે. એટલી જ ઘાસ જેનાથી પેસરને વિકેટ પર સિમ મૂવમેન્ટ મળી શકે. બાઉન્સમાં સમાનતા જળવાય રહે અને સ્પિનર્સના બોલ પણ પિચ પર સારી રીતે ઝીપ સાથે ટર્ન થાય. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રેડ સોઈલનો ઉપયોગ થાય છે.

બ્લેક સોઈલથી કેવી પિચ બને છે?

બ્લેક સોઈલ પાણીને સૌથી વધારે એબઝોર્બ કરે છે. તેનાથી. પાણી નાખવામાં આવે ત્યારે સોઈલ સોફ્ટ અને ન નાખવામાં આવે ત્યારે હાર્ડ થઈ જાય છે. ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાના મેદાન પર બ્લેક સોઈલનો ઉપયોગ થાય છે. અહીં જેમ જેમ મેચ આગળ વધે તેમ બોલના બાઉન્સમાં સમાનતા રહેતી નથી. અમુક બોલ વધારે અને અમુલ ઓછા બાઉન્સ થાય છે.

કેમ હોય છે સ્ટેડિયમમાં મલ્ટીપલ પિચ?

એક વખત કોઈ પિચ પર મેચ રમાઈ તો પછી એને રિકવર થવામાં સમય લાગે છે. નવી મેચ માટે પિચ ફ્રેશ હોય એ પણ જરૂરી છે તેમજ હોમ ટીમ પોતાની સ્ટ્રેટેજી પ્રમાણે મેચના અઠવાડિયા પહેલાં કેવી પિચ બનાવી એની કયુરેટરને સૂચના આપે છે, તેથી પિચ કયુરેટર મલ્ટીપલ પિચમાંથી એ સૂચના મુજબ જે વધારે ફેવરેબલ હોય એને પસંદ કરીને એને ફિનિશિંગ ટચ આપે છે અથવા એના પર વધુ કામ કરે છે.

મોટેરાના નવા બનેલા સ્ટેડિયમમાં પરિસ્થિતિઓ ચેન્નાઈથી અલગ હશે. પિચ પર ઘાસ હશે જે પિંક બોલ ટેસ્ટ મેચ માટે ઘણી જ જરૂરી છે
મોટેરાના નવા બનેલા સ્ટેડિયમમાં પરિસ્થિતિઓ ચેન્નાઈથી અલગ હશે. પિચ પર ઘાસ હશે જે પિંક બોલ ટેસ્ટ મેચ માટે ઘણી જ જરૂરી છે

 

ત્રીજી ટેસ્ટમાં ડ્યૂ મોટું ફેક્ટર સાબિત થઈ શકે છે

મોટેરાના નવા બનેલા સ્ટેડિયમમાં પરિસ્થિતિઓ ચેન્નાઈથી અલગ હશે. પિચ પર ઘાસ હશે જે પિંક બોલ ટેસ્ટ મેચ માટે ઘણી જ જરૂરી છે. હાલમાં જ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પિચ સારી રહી હતી. જો કે તે વ્હાઈટ બોલ ટૂર્નામેન્ટ હતી પરંતુ બોલ બેટ પર સારી રીતે આવતો હતો. તો કેટલાંક જાણકારોના મતે ફેબ્રુઆરીમાં ડ્યૂ એક મોટું ફેક્ટર હોય શકે છે. જ્યારે ડ્યૂ વધુ હોય છે ત્યારે બોલ ભીનો થઈને ભારે થઈ શકે છે પરિણામે સ્વિંગ થવાનું બંધ કરી દે છે. આ ઉપરાંત સ્પિનર્સને પણ ગ્રિપ નથી મળી શકતી. હાલ હવામાન ગરમ છે પરંતુ સાંજ પડતાં ઠંડુ થઈ જાય છે. એવામાં ડ્યૂની અસર જોવા મળી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here