ગાંધીનગરના પુન્દ્રા પાસે કાર અને રિક્ષાના અકસ્માત, પાંચ ઘાયલ, સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

0
14

  • પાંચ ઇજાગ્રસ્તોમાંથી ત્રણની હાલત ગંભીર
  • પહેલાં ગાંધીનગર સિવિલ બાદ ખસેડાયા અમદાવાદ સિવિલ

ગાંધીનગરના પુન્દ્રા ચાર રસ્તા પાસે ગઇકાલે મોડી સાંજે કાર અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં પાંચ લોકોને શરીરે નાનીમોટી ઇજાઓ થતા સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ પાંચ પૈકી ત્રણને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, ગાંધીનગરનાં પુન્દ્રા ચાર રસ્તા પાસે બેકાબુ કારે રિક્ષાને ટક્કર મારતાં રીક્ષા પલટી ગઈ હતી. અકસ્માત સર્જાતાં આસપાસનાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. જેમાં વિજાપુર તાલુકાનાં રણાસણ ગામે રહેતા શૈલાબેન ચેતનભાઈ ઠાકોર (ઉં.વ.20), ચેતન માધાભાઈ ઠાકોર (ઉંવ.20), મનીષા સરવણભાઈ ઠાકોર (ઉં.વ11) અને જીવણજી જોઈતાજી ઠાકોર (ઉં.વ 70)ને અશ્વિનભાઈ ગુલાબદાસ ભોઈ (ઉં.વ.40 બન્ને રહે. લોદરા)ને શરીરે નાની મોટી ઈજાઓઓ થઇ હતી.

તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. સિવિલમાં ફરજ પરનાં તબીબોએ ઉક્ત તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી હતી. જ્યારે અશ્વિનભાઈ ભોઈ, ચેતનભાઈ ઠાકોર તેમજ શૈલાબેનને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઇજા જણાઈ આવતાં તેઓને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતાં. આ અંગે ગાંધીનગર સિવિલનાં ચોપડે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here